રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચંડીસર HPCL ખાતે "ઓપરેશન અભ્યાસ" અંતર્ગત સિવિલ ડિફેન્સની મોક ડ્રીલનું આયોજન કરાયું

ચંડીસર HPCL ખાતે "ઓપરેશન અભ્યાસ" અંતર્ગત સિવિલ ડિફેન્સની મોક ડ્રીલનું આયોજન કરાયું
રાજ્ય સરકારના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર "ઓપરેશન અભ્યાસ"ના ભાગરૂપે રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણ અંગે જાગૃતિ હેતુથી અલગ-અલગ સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચંડીસર ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ખાતે સિવિલ ડિફેન્સની મહત્વપૂર્ણ મોક ડ્રીલ યોજાઈ હતી. આ ડ્રીલના માધ્યમથી HPCL જેવી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દુર્ઘટનાની પરિસ્થિતિમાં ત્વરિત કામગીરી, બચાવ તથા બચાવ કાર્યમાં જોડાયેલ વિવિધ લોકો વચ્ચેની સંકલિત કામગીરી અંગે પ્રેક્ટિકલ કરાયું હતું. આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, 108 એમ્બ્યુલન્સ સેવા, સ્થાનિક વહીવટી તંત્ર તેમજ HPCLના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. મોક ડ્રીલ થકી આગ, જાનહાની, ઇંધણ લીકેજ અને પેનિક સ્થિતિમાં બચાવ અને રાહત માટે કેવી રીતે કામગીરી કરવી તે બાબતે માર્ગદર્શન અપાયું હતું. મોક ડ્રીલમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર