રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના રીંગ રોડમા નેળીયાના રોડને પણ સામેલ કરી રૂ.1000 કરોડના પ્રોજેક્ટની નવી દરખાસ્ત માટે મુખ્યમંત્રીની સુચના

પાટણના રીંગ રોડમા નેળીયાના રોડને પણ સામેલ કરી રૂ.1000 કરોડના પ્રોજેક્ટની નવી દરખાસ્ત માટે મુખ્યમંત્રીની સુચના
પાટણ શહેરમાં 31 કિલોમીટર લાંબા રીંગ રોડના નિર્માણ માટે નવેસરથી દરખાસ્ત તૈયાર કરવામાં આવશે. પાટણના રીંગ રોડમા નેળીયાના રોડને પણ સામેલ કરી 1000 કરોડના પ્રોજેક્ટની નવી દરખાસ્ત બનાવવા મુખ્યમંત્રી દ્રારા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેરમાં 31 કિલોમીટર લાંબા રીંગ રોડના નિર્માણ માટે નવેસરથી દરખાસ્ત તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1000 કરોડ રૂપિયા છે. પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશ જે. પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રીએ આ અંગે મૌખિક સૂચના આપી છે. નગરપાલિકાના પદાધિકારીઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને મંત્રીઓ કનુભાઇ દેસાઇ, બળવંતસિંહ રાજપૂત, રાઘવજી અને ભાનુબેન બાબરિયા સાથે મુલાકાત કરી હતી.મુલાકાત દરમિયાન પદાધિકારીઓએ શહેરના રસ્તાઓ પહોળા કરવા માટે જમીન સંપાદન વળતર અને ગ્રાન્ટની માંગણી કરી હતી. સાથે જ નગરપાલિકામાં ઘટી રહેલા કાયમી કર્મચારીઓની ભરતી માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. નવી દરખાસ્તમાં રીંગ રોડને એક સાથે નહીં, પરંતુ તબક્કાવાર બનાવવાનું આયોજન છે. નેળીયા અને તેના સરકારી રસ્તાઓને પણ આ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવશે. આ રીતે જમીન સંપાદનનો ખર્ચ ઘટાડી શકાશે. પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નરની કચેરીએ પણ મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં પાટણના બાકી રહેલા વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર