રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચાણસ્મા; મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલતી પોલીસ

ચાણસ્મા; મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલતી પોલીસ
મોટી પીપળી ના આરોપીને ચોરીના મુદામાલ સાથે ઝડપી કાયૅવાહી હાથ ધરી; ચાણસ્મામાં આવેલા સાઈબાબા મંદિરની બાજુના ધુણાવાળા મંદિર માંથી થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસો માં ઉકેલી આરોપી ભરતભાઇ વિભાભાઇ રાવળ રહે.મોટી પીપળી તાલુકો રાધનપુર વાળાને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીના માર્ગદર્શન હેઠળ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચાણસ્મામાં સાઈબાબા મંદિરની બાજુમાં આવેલા ધુણાવાળા મંદિર માંથી ચોરી કરનાર આરોપીને પકડી તેની પૂછપરછ દરમિયાન આરોપીએ તા. ૭ જૂન ૨૦૨૫ ના રોજ મંદિરમાંથી ચાંદીની પાદુકાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી અંદાજે ૧.૫ કિલોગ્રામ વજનની ચાંદીની પાદુકા કિંમત રૂપિયા ૭૫૦૦૦ અને રોકડ રકમ રૂ. ૫૭૦૦ જપ્ત કરી ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર