રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
વાવ-થરાદ20 જૂન, 2026| Super Admin

ભાભરમાં હવે સીસીટીવી કેમેરાની બાજ નજર : 50 થી વધુ સ્થળોએ સીસીટીવી કેમેરા લાગશે

ભાભરમાં હવે સીસીટીવી કેમેરાની બાજ નજર : 50 થી વધુ સ્થળોએ સીસીટીવી કેમેરા લાગશે

લોકફાળાના સહયોગથી શહેરને સ્માર્ટ, સુરક્ષિત અને ક્રાઈમ મુક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું

ભાભર શહેરને વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સ્માર્ટ બનાવવા માટે શહેરના મુખ્ય માર્ગો તેમજ બજાર વિસ્તારોમાં 50 થી વધુ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી નાગરિકોની માંગને ધ્યાને લઈ લોકફાળાના સહયોગથી આ મહત્વાકાંક્ષી આયોજન હાથ ધરાયું છે.

આ યોજનાના ભાગરૂપે આજે ભાભરના લાટી બજાર સ્થિત લાલ ચોક ખાતે મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે સીસીટીવી કેમેરા સ્થાપનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અમરતભાઈ માળી, પ્રવિણસિંહ રાઠોડ, બલુભા રાઠોડ, વિવિધ સામાજિક અને વેપારી સંગઠનોના હોદ્દેદારો તેમજ શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમરતભાઈ માળીએ જણાવ્યું હતું કે, શહેરમાં વધતી સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરાની મદદથી શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં, જાહેર સ્થળોની દેખરેખ મજબૂત બનાવવામાં અને નાગરિકોને વધુ સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરવામાં મદદ મળશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરના લોકોના સહકારથી ભાભરને સ્વચ્છ, સુરક્ષિત, ક્રાઈમ મુક્ત અને સ્માર્ટ શહેર તરીકે વિકસાવવાનો સંકલ્પ સાકાર કરવામાં આવશે.શહેરના વેપારીઓ અને નાગરિકોએ પણ આ પહેલને આવકારી હતી અને લોક ભાગીદારીથી શહેરના વિકાસ તથા સુરક્ષાને પ્રાધાન્ય આપતા આવા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

ટેગ્સ:#bhabhar#CCTV Cameras

સંબંધિત સમાચાર