રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર પશુપાલકોનો હુમલો

પાટણમાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર પશુપાલકોનો હુમલો

બે પશુપાલક સામે નામ જોગ અને બે અજાણ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

પાટણ શહેરના જુના પાવર હાઉસ વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો હતો. પશુપાલકોએ પાલિકા કર્મચારીઓની ફરજમાં અડચણ ઊભી કરી, પાંજરાનો દરવાજો ખોલી ઢોરોને જાહેર રોડ પર ભગાડ્યા હતા. આ મામલે પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે બે પશુપાલક ના નામ જોગ અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ ધટના 16 મે, 2026 ના રોજ બપોરના 3:45 વાગ્યાની આસપાસ બની હતી. પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન કરશનલાલ પાલ ઓફિસે હાજર હતા ત્યારે ઢોર પકડવાની ટીમના કર્મચારી સોલંકી જયેશભાઈ કનુભાઈએ તેમને ફોન પર જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે,જુના પાવરહાઉસ ખાતે રખડતી ગાયો પકડીને પાંજરામાં પૂરી છે, પરંતુ કેટલાક સ્થાનિક લોકો લાકડીઓ લઈને માથાકૂટ કરી રહ્યા છે. આ માહિતી મળતા જ સેનેટરી ઇન્સ્પેક્ટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.જયા પાટણના રહેવાસી ભરવાડ લાલાભાઈ ગોકાભાઈ, ભરવાડ ગોકાભાઈ અને અન્ય બે અજાણ્યા શખ્સો હાથમાં લાકડીઓ સાથે હાજર હતા. પાલિકાની ટીમે કાયદેસરની ફરજ બજાવતી હોવાનું જણાવતા આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને જાહેરમાં ગાળાગાળી કરી હતી. આરોપીઓએ ઢોર ભગાડવાના ઇરાદે પાંજરાનો દરવાજો ખોલી નાખ્યો હતો. જાહેર રોડ પર વાહનો અને લોકોની અવર

જવર હોવા છતાં,અકસ્માત સર્જાઈ શકે છે તે જાણતા હોવા છતાં આરોપીઓએ ઢોરોને રસ્તા પર ભગાડયા હતા.આરોપીઓએ પાલિકાના કર્મચારીઓને રોકવાનો પ્રયાસ કરતા હોબાળો મચાવ્યો હતો અને ધમકી આપી હતી કે, જો ફરીવાર તેમના ઢોર પકડવામાં આવશે તો જાનથી મારી નાખવામાં આવશે. આ ઘટના બાદ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ઢોર ડબ્બા ક્લાર્ક સોલંકી હિમાંશુ અશોકભાઈ સહિતની ટીમે પાટણ સીટી એ ડીવીઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.તો બનાવના પગલે ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા.પોલીસે બી.એન.એસ ની કલમ 110, 221, 334(1), 296(b), 351(3), 54 તથા જી.પી.એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર રમેશકુમાર ભાણારામ ચાવલાને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર