રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર-ડીસા હાઇવે પર અંડર પાસમાં ગાડી ફસાઈ; વાહનો પસાર કરવા જોખમી

પાલનપુર-ડીસા હાઇવે પર અંડર પાસમાં ગાડી ફસાઈ; વાહનો પસાર કરવા જોખમી

પાલનપુર ડીસા હાઈવે પર અંડર પાસમાં પાણી ભરાઈ જવાના કારણે ગાડી ફસાઈ જતા રાજસ્થાનનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. પાલનપુર ડીસા હાઈવે પર રેલવે ઓવરબ્રિજની બાજુમાં વાહનોની અવરજવર માટે અંડર પાસ બનાવવામાં આવેલું છે. છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ ના લીધે અંડર પાસમાં પાણી ભરાઈ ગયું છે. જેથી અંડર પાસ માંથી વાહનો પસાર કરવા જોખમી બન્યું છે. અંડર પાસમાં જ્યારે વરસાદી પાણી ભરાય છે ત્યારે સ્થાનિક રહીશો અંડરપાસમાંથી પસાર થતા નથી પરંતુ અજાણ્યા વાહન ચાલકો અહીંયા ફસાઈ જાય છે. આજે રાજસ્થાનના રહેવાસી અન્ડર પાસમાં પસાર થતી વખતે પાણીનો અંદાજ ન હોવાથી તેમની ગાડી અધવચ્ચે બંધ પડી જતા પાણીમાં ફસાઈ ગયા હતા. જોકે ભારે જહેમત બાદ ગાડીને બહાર કાઢવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે રેલવે બ્રિજ ની બાજુમાં બનાવવામાં આવેલ અંડરપાસમાં ચોમાસા દરમિયાન વધુ પાણી ભરાઈ જાય છે. જેનો  રેલવે વિભાગ દ્વારા પાણી નિકાલ ન થવાના કારણે અજાણ્યા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર