રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 જૂન, 2025| Super Admin

અગામી દશકમાં બ્રિડિંગ ક્ષેત્રે ક્રાંતિ લાવી, પશુપાલનમાં ગુજરાતને વૈશ્વિક ઓળખ આપશે; શંકરભાઈ ચૌધરી

અગામી દશકમાં બ્રિડિંગ ક્ષેત્રે ક્રાંતિ લાવી, પશુપાલનમાં ગુજરાતને વૈશ્વિક ઓળખ આપશે; શંકરભાઈ ચૌધરી
બનાસ ડેરી અને GCMMFના સંયુક્ત ઉપક્રમે બનાસ ડેરીના મુખ્ય પરિસરમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કરી હતી, જેમાં વડગામ અને પાલનપુર તાલુકાની બહેનો તથા પશુપાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ચેરમેનના હસ્તે શ્રેષ્ઠ દૂધ ઉત્પાદકો અને વીમા યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત હજારો મહિલા પશુપાલકોને સંબોધતાં ચેરમેનએ જણાવ્યું હતું કે, "બ્રિડિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા બનાસ ડેરી પશુપાલન ક્ષેત્રે એવું મોડેલ વિકસાવી રહી છે, જે આગામી દશકમાં બનાસકાંઠાને વૈશ્વિક ફલક પર આગવી ઓળખ આપશે." તેમણે ઉમેર્યું કે જેમ બ્રાઝિલે બ્રિડિંગ અપગ્રેડેશન દ્વારા પશુપાલન ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે, તેમ બનાસ ડેરી પણ આગામી ૧૦ વર્ષમાં એવી જ સ્તરની સિદ્ધિઓ હાંસલ કરશે. કાંકરેજ ગૌવંશના સંવર્ધન માટે એન.ડી.ડી.બી. સાથે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી શરૂ કરવામાં આવી છે, જેના પરિણામે અનેક ગાયો ગાભણ થઈ છે અને સ્વસ્થ વાછરડીઓનો જન્મ થયો છે. દામા સીમેન સ્ટેશન ખાતે ગૌસોર્ટ ટેક્નોલોજી આધારિત સેક્સ સોર્ટિંગ મશીન કાર્યરત કરાયું છે, જે આત્મનિર્ભર ભારતના પશુપાલન ક્ષેત્રમાં બનાસ ડેરીનું મહત્વપૂર્ણ યોગદાન છે. ભીલડી ખાતે શરૂ થયેલો BBBRC પ્રોજેક્ટ પણ વૈજ્ઞાનિક પશુપાલન અને પશુસંવર્ધન ક્ષેત્રે નવી દિશા આપે છે. વધુમાં જણાવ્યું હતું કે, "બનાસ ડેરી આજે વિશ્વમાં દૂધના શ્રેષ્ઠ ભાવ ચુકવનારી સંસ્થા તરીકે સ્થાન ધરાવે છે અને પશુપાલકોના જીવનધોરણમાં નોંધપાત્ર પરિવર્તન લાવવામાં સફળ થઈ છે."તેમણે ઉમેર્યું હતું કે બનાસકાંઠા જિલ્લો માત્ર દૂધ ઉત્પાદનમાં જ નહીં, પણ શિક્ષણ, આરોગ્ય, જળસંચય અને પર્યાવરણ ક્ષેત્રે પણ ગુજરાતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં સ્થાન પામે છે. આ યાત્રાના પ્રેરણાસ્ત્રોત તરીકે ચેરમેનએ બનાસ ડેરીના સ્થાપક ગલબાકાકાના દ્રષ્ટિકોણ અને પ્રયત્નોને શ્રદ્ધાંજલિરૂપ યાદ કર્યા. "બનાસ ડેરીએ પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અને ટેક્નોલોજી આધારિત અનેક પહેલો શરૂ કરીને પશુપાલકોના જીવનમાં દૂધ સાથે નવી આશાઓ અને સપનાઓ સર્જ્યા છે – જે આગામી દાયકામાં વિકાસના નવા માઈલસ્ટોન ઊભા કરશે."

સંબંધિત સમાચાર