પાટણ યુનિવર્સીટી ના મહિલા પ્રોફેસરની કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો દાંતીવાડા તાલુકાના ના ભાખર પાસે શનિવારે ઇકોસ્પોટ કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમા બાઇક સવાર યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મળતી વિગતો મુજબ ડીસા થી ચિત્રસણી જતા હાઇવે રોડ પર ભાખર ગામની સીમ પાસે પાટણ યુનિવર્સીટીના મહિલા પ્રોફેસરની ગાડી અને બાઈક નો ગંભીર અકસ્માત થયો હતો, જેમાં દાંતીવાડા ના નાની ભાખર ગામના આશાસ્પદ યુવાન દજુસિહ વાઘુસિહ વાઘેલા ઉ.વ.૩૦ નું મોત નિપજ્યું હતું, મૃતક યુવકને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા, બનાવ ની જાણ થતાં દાંતીવાડા પોલીસ પણ દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ભાખર રોડ પર કારની ટક્કર થી બાઈક સવારનું મોત નિપજ્યું

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#accident#police investigation#Emergency Response#Car Collision#Bhakhar Road#Patan University#Dantiwada Taluka#Highway Incident#Ecospot car#A gruesome death
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં સોલાર પેનલના વેપારી સાથે 11.65 લાખની ઓનલાઈન ઠગાઈ
9 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજી રાવણ દહન જૂથ અથડામણ: 8 આરોપીઓની ધરપકડ
9 કલાક પહેલા
બનાસકાંઠાડીસા તાલુકાના મુડેઠા ગામ દશેરાના દિવસે અશ્વોની હણહણાટીથી ગુજી ઉઠ્યું....!
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડામાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો: બે આરોપીઓ સાથે 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
