રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ11 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણમાં ભારત ગેસ એજન્સીનો ડિલિવરી બોય ગેરકાયદેસર ગેસ રિફલીગ કરતાં ઝડપાયો

પાટણમાં ભારત ગેસ એજન્સીનો ડિલિવરી બોય ગેરકાયદેસર ગેસ રિફલીગ કરતાં ઝડપાયો
ડિલિવરી બોય પાસેથી ૨૧ ગેસ સિલિન્ડર અને રિક્ષા જપ્ત કરાઈ; પાટણ એસઓજી પોલીસે શહેરના રોહિત નગર વિસ્તારમાં દરોડો પાડીને ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડ્યું છે. પોલીસે આ કેસમાં ભારત ગેસ એજન્સીના ડિલિવરી બોય આશિષ પરમાર ઉ.વ.૨૬ ની અટકાયત કરી છે. શહેરના પિતાંબર તળાવ નજીક રોહિત નગરમાં એક ખુલ્લી જગ્યામાં સવારે પોલીસે બાતમીના આધારે ઓચિંતી રેડ કરી હતી જે દરમિયાન આરોપી લોખંડની ભૂંગળી વડે કોઈપણ સેફ્ટી સાધનો વિના ગેસ સિલિન્ડરમાં ગેરકાયદેસર રિફિલિંગ કરી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. ૪૨,૦૦૦ની કિંમતના ૨૧ ગેસ સિલિન્ડર અને રૂ. ૧ લાખની કિંમતની લોડિંગ રિક્ષા જપ્ત કરી છે. કુલ રૂ.૧.૪૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી આશિષ પાસે રિફિલિંગનું કોઈ લાયસન્સ કે પરવાનો ન હોય તેની સામે બીએનએસ ૩૧૬(૩), ૨૮૭/૨૮૮ અને જરૂરી ચીજવસ્તુ અધિનિયમની કલમ ૬/૭/૮ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની આગળની તપાસ પાટણ એસઓજી પીઆઈ જે.જી. સોલંકી  કરી રહ્યા છે.તો આ મામલે તોલમાપ અધિકારીને જાણ કરાતા તેમણે સ્થળ પર આવીને સિલિન્ડરોનું વજન કર્યું હતું. રિક્ષામાં ૧૨ અને જમીન પરથી ૯ સિલિન્ડર મળી આવ્યા હતા. આ સિલિન્ડરોમાં ગેરકાયદે રિફિલિંગ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તો આ ડિલિવરી બોય પાટણના બગવાડા દરવાજા નજીક આવેલ ભારત ગેસ એજન્સી માં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર