રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પશુપાલકોના હિતમાં બનાસ ડેરીનો નિર્ણય; બનાસ દાણની કિંમતમાં ઘટાડો

પશુપાલકોના હિતમાં બનાસ ડેરીનો નિર્ણય; બનાસ દાણની કિંમતમાં ઘટાડો
1 લી જુલાઈથી બનાસ દાણની બોરી દીઠ રૂ.80 નો ઘટાડો: 1580 ની બોરી હવે રૂ.1500 માં મળશે સરહદી બનાસકાંઠા જિલ્લામાં રણમાં મીઠી વીરડી સમી બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં વધુ એક નિર્ણય કરાયો છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી સહિતના નિયામક મંડળે 1 લી જુલાઈથી બનાસ દાણમાં બોરી દીઠ રૂ.80 નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જેથી જિલ્લાના 5 લાખ પશુપાલકોને વર્ષે દહાડે રૂ.95 કરોડનો ફાયદો થશે. ત્યારે બનાસડેરીના ચેરમેનના નિર્ણયને પશુપાલકોએ આવકાર્યો હતો. બનાસડેરીના દુરંદેશી ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત ડેરીના નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં વધુ એક નિર્ણય લેવાયો છે. જેમાં પહેલી જુલાઈથી બનાસ ડેરી દ્વારા બનાસ પશુ દાણની કિંમત માં ઘટાડો કરવામાં આવ્યો છે. બનાસ પશુદાણની એક બોરી દીઠ 80 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક બોરી દીઠ 80 રૂપિયાનો ઘટાડો થતાં પશુપાલકો ને ફાયદો થશે. જોકે, બનાસડેરી એ બનાસ દાણમાં ભાવ ઘટાડા ના કરેલા નિર્ણયને પશુપાલકોએ આવકારતા નિયામક મંડળના નિર્ણયને બિરદાવ્યો હતો. આજથી બોરી દીઠ 80 રૂ.નો ઘટાડો; પહેલી જુલાઈથી બોરી દીઠ રૂ. 80 નો ઘટાડો કરાયો છે. જેથી બનાસ દાણની બોરી રૂ. 1580 ની જગ્યાએ હવે રૂ.1500 માં મળશે. દૂધ ઉત્પાદકોને વર્ષે રૂ.95 કરોડની બચત; બનાસડેરીના એમ.ડી.સંગ્રામ સિંહ ચૌધરીના જણાવ્યા મુજબ, ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી અને નિયામક મંડળે બનાસ દાણ માં કરેલા રૂ.80 ના ભાવ ઘટાડાને પગલે વર્ષ દરમિયાન 5 લાખ થી વધુ પશુપાલકોને રૂ.95 કરોડની બચત થશે. જેથી દુધ ઉત્પાદનનો ખર્ચ પણ ઘટશે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર