રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 જૂન, 2025| Super Admin

પાલનપુર પંથકમાં માથું ઉંચકતા અસામાજિક તત્વો; જગાણા પાસે હોટલ પર કરી તોડફોડ

પાલનપુર પંથકમાં માથું ઉંચકતા અસામાજિક તત્વો; જગાણા પાસે હોટલ પર કરી તોડફોડ
દારૂ પીવાની ના પાડતા હોટલમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હોવાની રાવ: 2 લોકો ઘાયલ સરહદી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બની માથું ઉંચકી રહ્યા હોવાની રાવ ઉઠી છે. ત્યારે પોલીસને પડકાર ફેંકતા એક બનાવમાં જગાણા પાસે અસામાજિક તત્વોએ દારૂ પીવાની ના પાડનાર હોટલમાં તોડફોડ કરી રૂ.17,000ની લૂંટ ચલાવી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. પાલનપુરમાં જગાણા નજીક એક હોટેલમાં બેસીને દારુ પીવાની ના પાડતાં લુખ્ખા તત્વોએ હોટેલના પાર્લરમાં તોડફોડ કરીને રૂ. 17 હજારની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. આ હુમલા માં હોટેલના બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ત્યારે પોલીસે અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હુમલામાં બે કર્મચારી ઓને ઈજા; હોટેલમાં દારુ પીવાની ના પાડતાં લુખ્ખા તત્વોએ હોટેલ બાનમાં લીધી હતી. તેમણે હુમલો કરતાં બે કર્મચારીઓને ઈજા પહોંચી હતી. જેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના હોટેલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યાર બાદ હોટેલ ના માલિકે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર