રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અમીરગઢ

અમીરગઢમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદએ વિનાશ વેર્યો

અમીરગઢમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદએ વિનાશ વેર્યો
જ્યાં જોવો ત્યાં વૃક્ષો, વીજ વાયર, વીજપોલ, ઘરનાં પતરા તૂટ્યાં; હાલમાં વાતાવરણ વિભાગની આગાહીને પગલે કમોસમી વરસાદે ઝોર પકડ્યું છે. ત્યારે બનાસકાંઠાના છેવાડના તાલુકા અમીરગઢમાં મોડી રાત્રે વાવાઝોએ વિનાશ વેર્યો છે મોડી રાત્રે શરૂ થયેલ વાવાઝોડામાં માટીની ડમરીઓ ઉડી હતી ઝડપી ફૂંકાતા પવને અતિ સ્પીડના લીધે ઝાડ, હોર્ડિંગ્સ અને લોકોના ઘરના પતરા તૂટ્યા વિજ વાયરો અને વીજ પોલો ધરાશાયી થયાં ખેતરોમાં ખેડૂતના ઉભા અને લણેલા બાજરી સહિતના પાકોને મોટા પાયે નુકશાન થતાં ખેડૂતો સરકાર પાસે વળતરની અપેક્ષા રાખી રહ્યા છે. વાવાઝોડાએ જ્યાં જુઓ ત્યાં વિનાશ વેર્યો છે લોકોના ઘરના પતરા ઊડી ગ્યા તો ક્યાંય ઝાડ પતરા પર પડતાં ઘરના પતરા તૂટ્યા મોડી રાત્રે શરૂ થયેલ વરસાદ કડાકા ભડાકા વીજળીના જોરે શરૂ થયો હતો અને સવારે દ્રશ્યો કાંઇક જુદાજ નજરે પડ્યા વરસાદે જાણે વિનાશ વેર્યો હોય એમ રોડ પર વીજ વાયરો વીજ ના થાંભલા અને ઝાડો તૂટેલા ખેતરોમાં પાકને નુકશાન નજર ફરે ત્યાં બધું તૂટેલ ફૂટેલ જ દેખાય જોકે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી આશિંકી રાહત મળી હતી..
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર