રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સતત 7 દિવસની ભારે જહેમત બાદ વાવ માંથી વન વિભાગની ટીમે કપિરાજ ને પીંજરે પુરી દીધા

સતત 7 દિવસની ભારે જહેમત બાદ વાવ માંથી વન વિભાગની ટીમે કપિરાજ ને પીંજરે પુરી દીધા

સતત છેલ્લા એક સપ્તાહ થી વાવ શહેરમાં તોફાની કપિરાજે આંતક મચાવી વાવ શહેરના 4 થી વધુ લોકો ને બચકાં ભરી ઘાયલ કર્યા બાદ વન વિભાગની ટીમે કપિરાજ ને પકડવા માટે ભારે પ્રયાસો હાથ ધર્યા હતા.તેમ છતાં કપિરાજ વનવિભાગ ને તાબે થયા ન હતા. તેવા માં ગતરોજ વહેલી સવારે વાવ શહેરના નવી બજાર વિસ્તારમાં ફરી પાછું કપિરાજે આગમન કરી તોફાન મચાવી અન્ય એક વ્યક્તિને ઘાયલ કરતાં સારવાર લેવાની ફરજ પડી હતી. તેવામાં લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ વન વિભાગની ટિમ ને જાણ કરતાં વન વિભાગની ટિમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી આવી હતી.તેમ છતાં કપિરાજ પીંજરે ન પુરાતાં અંતે વનવિભાગ ને ટીમે એરગન થી કપિરાજ ને બેભાન કરી પીંજરે પુરી દેતાં વન વિભાગની ટીમે તેમજ ગામ લોકો એ હાશકરો અનુભવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર