થરાદના નાયબ કલેકટર, મામલતર અને ચીફ ઓફિસરના માર્ગદર્શન અને હુકમ બાદ મંગળવારે સાંજના સમયે થરાદ નગરપાલિકા વિસ્તારમાં પોલીસ લાઈન પાછળ ટીમ સાથે રેડ કરવામાં આવી હતી. દરમિયાન બિન અધિકૃત અલગ અલગ જાતના 41 બોક્સ ફટાકડાનો જથ્થો મળી આવેલ હતો.જેમાં મકાન માલિક હાજર નહતા અને તેમના ભાડુઆત હાજર હતા. ત્યાર બાદ SDM મામલતદાર અને ચીફ ઓફિસરના આદેશ અનુસાર ફટાકડોનો જથ્થો જપ્ત કરવામાં આવેલ હતો.બુધવારે તેમના વિરુદ્ધમાં થરાદ નગરપાલિકા દ્વારા FIR દાખલ કરવામાં આવેલ હતી.તેમજ હોસ્પિટલમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નિધી બ્લડ બેંક, સામવેદ હોસ્પિટલ તેમજ દ્રષ્ટિ હોસ્પિટલ ફાયર સેફ્ટી અને બનાસ ઓર્થોપેડીક હોસ્પિટલમાં NOC માટે નોટિસ ફટકારવામાં આવી હતી. અને તેમજ અલગ અલગ ભંગારના વાડાઓ જે ફાયર સેફ્ટી સાધનો ધરાવતાં નહતા તેવા 05 એકમોને સીલ મારવામાં આવ્યા હતા. થરાદમાં વહીવટી તંત્રની કાર્યવાહીના પગલે ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી.
થરાદમાં વહીવટી તંત્ર આકરા પાણીએ ફટાકડાનો જથ્થો સિઝ કર્યો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Emergency Response#Public Safety Measures#Community Safety Concerns#Administrative Action#Fire Safety Compliance#Firecracker Seizure#Tharad Administration#Unauthorized Firecrackers#Deputy Collector Orders#Mamlatdar Action#Municipal Raid#FIR Filed#NOC Notices#Health Facility Inspections#Scrap Yard Regulations
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
6 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
