સાબરકાંઠા જિલ્લા પોલીસે ગુજરાત સરકાર અને DGPની સૂચના મુજબ અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના 16 પોલીસ સ્ટેશનમાં 150 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા વિજય પટેલના જણાવ્યા અનુસાર, આ યાદીમાં 73 બુટલેગર, 6 જુગારીઓ, 45 શરીર સંબંધી ગુના કરનારા, 17 મિલકત સંબંધી અને 9 અન્ય ગુનેગારોનો સમાવેશ થાય છે. છેલ્લા ચાર દિવસમાં પોલીસે વિવિધ કાર્યવાહી કરી છે. 7 લોકો સામે પાસાની દરખાસ્ત કરી છે. 15 લોકોને તડીપાર કર્યા છે. એક ગુજસીકોટનો કેસ નોંધ્યો છે. જીપી એક્ટ 135 હેઠળ 15 કેસ કર્યા છે. ટ્રાફિક નિયમનમાં એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના 16 કેસ નોંધ્યા છે. દારૂબંધીના 75 કેસ નોંધવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં 2500થી વધુ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. પોલીસે ગેરકાયદે બાંધકામો માટે નગરપાલિકા સાથે સંકલન કર્યું છે. નગરપાલિકાએ નોટિસ જારી કરી છે. નોટિસની મુદત પૂરી થયા બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે. વીજ ચોરી અટકાવવા વીજ તંત્ર સાથે બેઠક કરી આગળની કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું છે.
સાબરકાંઠા; અસામાજિક પ્રવૃતિ કરનાર સામે કાર્યવાહી 7 લોકો સામે પાસાની દરખાસ્ત 15 લોકોને તડીપાર કર્યા

ટેગ્સ:#gamblers#Gujarat Government#Sabarkantha District#Police Action#Property Crimes#fines#Traffic Regulation#Anti-Social Elements#Drink-and-drive#Bootleggers#DGP Instructions#Physical Crimes#Deportations#Liquor Ban#Illegal Constructions
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગરમાં વેપારીઓની મૌન હડતાળ: અધૂરા વિકાસકામો અને સમસ્યાઓને લઈ દુકાનો રાખી બંધ
1 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં ‘શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’ યોજાયો
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર: ૩ તાલુકામાં ૪ કેસ પોઝિટિવ, ૨ દર્દીના મોત
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના ભોલેશ્વર અને સપ્તેશ્વર મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન યોજાયું
1 અઠવાડિયા પહેલા
