રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વિજયનગરમાં શાળા બહારના બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા ખાસ સર્વે હાથ ધરાશે

વિજયનગરમાં શાળા બહારના બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા ખાસ સર્વે હાથ ધરાશે

સમગ્ર શિક્ષા અંતર્ગત વિજયનગર તાલુકાના શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાના ઉમદા હેતુ સાથે આગામી તા. ૦૪ ડિસેમ્બર થી ૧૬ ડિસેમ્બર દરમિયાન તાલુકાભરમાં ખાસ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેમાં ૬ થી ૧૮ વર્ષની વયજૂથના એવા તમામ બાળકોની ઓળખ કરવામાં આવશે, જેમણે ક્યારેય શાળામાં પ્રવેશ મેળવ્યો નથી અથવા આર્થિક, સામાજિક કે કૌટુંબિક કારણોસર અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો છે. 

 આ ઉપરાંત દિવ્યાંગ બાળકોનો પણ આ સર્વેમાં ખાસ સમાવેશ કરવામાં આવશે, જેથી દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો બંધારણીય અધિકાર મળી રહે. જિલ્લા શિક્ષણાધિકારી મિતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુરભાઈ ઉપાધ્યાય તથા જિલ્લા એસ.ટી.પી. કો-ઓર્ડિનેટર અરવિંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર અભિયાનનું આયોજન કરાયું છે. બી.આર.સી. કો-ઓર્ડિનેટર ડૉ. કૌશિકભાઈ શાહે જણાવ્યું હતું કે, તાલુકામાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તાર, પછાત અને અંતરિયાળ જંગલ વિસ્તાર, છૂટાછવાયા પહાડી વિસ્તારો, ધાર્મિક સ્થળો, ઈંટોના ભઠ્ઠા તેમજ સંભવિત સ્થળાંતર કરતા પરિવારોના વસવાટ સહિતના તમામ વિસ્તારોમાં ઘનિષ્ઠ સર્વે કરવામાં આવશે. તમામ શાળાઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) દ્વારા વિસ્તારવાર સર્વે કરીને આવા બાળકોને શોધી કાઢવામાં આવશે.

સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ઓળખ કરાયેલા તમામ બાળકોને તેમની વયકક્ષા અને શૈક્ષણિક સ્તર મુજબ નજીકની શાળાઓમાં ધોરણ ૧ થી ૧૨માં પ્રવેશ અપાવીને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી તાલુકામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી શકાય અને સો ટકા સાક્ષરતાનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય. આ સર્વેનું મુખ્ય કંટ્રોલ સેન્ટર બી.આર.સી. ભવન, વિજયનગર ખાતે કાર્યરત રહેશે. વધુ વિગતો કે સંકલન માટે બી.આર.પી. એ.આર. એન્ડ વી.ઈ. (પ્રાયમરી) ચિન્મય પટેલ (મો. ૮૩૨૦૮૧૬૨૮૫), બી.આર.પી. એ.આર. એન્ડ વી.ઈ. (સેકન્ડરી) રાજલબેન દરજી (મો. ૮૩૪૭૩૩૦૩૯૨) તેમજ એ.આર.પી. સી.સી. ચિંતન ઠાકોર (મો. ૯૭૨૫૦૬૭૭૬૧) નો સંપર્ક કરવા સમગ્ર શિક્ષા કચેરી દ્વારા જણાવાયું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર