ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિજયનગર જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારક અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ખાતે સફાઈ અભિયાન હાથ ધરી, મહાપુરુષોની પ્રતિમાઓને માળા અર્પણ કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા દંડક મયુરભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ શૈલેષભાઈ બારા, અનુ. મોરચાના જિલ્લા મંત્રી અલ્પેશભાઈ ડાભી, તાલુકા સદસ્ય શકુંતલાબેન ભગોરા, સરપંચ મંજુલાબેન ડામોર, મહિલા મોરચાના મહામંત્રી પુષ્પાબેન નીનામા તેમજ મોટી સંખ્યામાં પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.





