મુખ્ય વક્તા ધારાસભ્ય રમણલાલ વોરા તથા જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ પટેલે ૫ત્રકાર પરિષદ સંબોધી હતી
ભારતીય જનતા પાર્ટી, સાબરકાંઠા દ્વારા ‘સંવિધાન ગૌરવ દિવસ - ૨૬ નવેમ્બર’ અંતર્ગત જિલ્લા કક્ષાની પત્રકાર પરિષદ યોજાઈ હતી.સોમવાર, તા. 23-11-2026 ના રોજ હિંમતનગર ખાતે આવેલા નવા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય રમણલાલ વોરાએ જણાવેલ કે, ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણ સભાએ દેશનું બંધારણ સ્વીકાર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૫માં ૨૬ નવેમ્બરને ‘સંવિધાન ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો.ધારાસભ્ય રમણલાલ વોરાએ જણાવેલ કે, ડૉ. બાબાસાહેબે સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુતાના મૂલ્યો બંધારણમાં આપ્યા છે.
મોદી સરકારે બાબાસાહેબના પાંચ સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવ્યા છે.ધારાસભ્ય રમણલાલ વોરાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવેલ કે, આજે કોંગ્રેસ બંધારણની નકલ લઈને ફરે છે, પરંતુ ઇન્દિરા ગાંધીએ ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ કટોકટી લાદી લોકશાહીની હત્યા કરી હતી. કોંગ્રેસે બાબાસાહેબને ક્યારેય યોગ્ય મહત્વ આપ્યું નહીં.અંતમાં ધારાસભ્ય રમણલાલ વોરાએ જણાવેલ કે, ભાજપ માને છે કે બંધારણ દેશની એકતા અને લોકશાહીની આધારશિલા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે નૂતન વર્ષ અંગે પત્રકારોને શુભેચ્છા પાઠવી અને જણાવેલ કે તમારો સૌનો જિલ્લા ભાજપ વતી આભાર માનું છું તમે સૌએ પક્ષના તમામ સમાચારો, ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં સ્થાન આપેલ છે. પત્રકાર પરિષદમાં સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા મહામંત્રી પ્રેમલ દેસાઈ, ગણપતસિંહ ઝાલા, ભાનુભાઈ દેસાઈ, કૃષ્ણવદન પરમાર અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.





