રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

ચાર કેસમાં સાદી કેદની સજા પામેલો ફરાર આરોપી હિંમતનગરથી ઝડપાયો

ચાર કેસમાં સાદી કેદની સજા પામેલો ફરાર આરોપી હિંમતનગરથી ઝડપાયો

છેલ્લા એકાદ વર્ષથી અલગ-અલગ ચાર કેસોમાં કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી કુલ ૫૮૫ દિવસની સાદી કેદની સજાથી બચવા નાસતા-ફરતા આરોપીને હિંમતનગર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી જિલ્લા જેલ હવાલે કર્યો છે. ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અને હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ કોર્ટમાંથી સજા પામેલા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ અંતર્ગત હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એ.વી. જોષી, પી.એસ.આઈ. કે.સી. બ્રહ્મભટ્ટ તથા સર્વેલન્સ સ્ક્વોડની ટીમ કાર્યરત હતી. 

દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે હિંમતનગરના પરબડા રોડ સ્થિત કે.જી.એન. પાર્ક સોસાયટીમાં રહેતા આરોપી યુનુસભાઈ શબ્બીરભાઈ કલાલને ઝડપી લીધો હતો. મહેસાણા જિલ્લાની કડી ફેમિલી કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચાલી ગયેલા ચાર અલગ-અલગ કેસોમાં કેસ નં. ૨૨૨/૨૦૨૪માં ૧૦૫ દિવસ, કેસ નં. ૩૯૬/૨૦૨૪માં ૧૬૫ દિવસ, કેસ નં. ૩૯૭/૨૦૨૪માં ૧૬૫ દિવસ અને કેસ નં. ૩૩૯/૨૦૨૪માં ૧૫૦ દિવસ મળી કુલ ૫૮૫ દિવસની સાદી કેદની સજાનો હુકમ થયેલો હતો. આમ, છેલ્લા એક વર્ષથી સજા ભોગવ્યા વિના ફરાર રહેલા આરોપીને પી.એસ.આઈ. કે.સી. બ્રહ્મભટ્ટ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર વિનુભાઈ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કુબેરસિંહની ટીમે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હિંમતનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર