રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પ્રાંતિજની અંબુજા કંપનીમાંથી ૨ લાખના કોપરની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

પ્રાંતિજની અંબુજા કંપનીમાંથી ૨ લાખના કોપરની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

પ્રાંતિજની દલપુર સ્થિત અંબુજા સિમેન્ટ કંપનીમાંથી અંદાજે રૂ.૨ લાખની કિંમતની કોપર (તાંબા)ની કેબલ અને સામગ્રી ચોરી કરનાર બે શખ્સોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. કંપનીમાં લાંબા સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી હતી, જેને લઈને સુરક્ષા અને મેનેજમેન્ટે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરીને આ ચોરીને અંજામ આપનાર બંને આરોપીઓને દબોચી લીધા છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ શખ્સોએ કંપનીના પ્લાન્ટમાંથી રાત્રિના સુમારે તસ્કરી કરી હતી. પોલીસે તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે કે, આ ચોરીમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં. આ ઝડપથી કંપનીના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર