રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પશુપાલન અને ખેતીના શ્રમકાર્ય સાથે વિક્રમ રાઠોડ નામના વિદ્યાર્થીએ વિક્રમ સર્જ્યો

પશુપાલન અને ખેતીના શ્રમકાર્ય સાથે વિક્રમ રાઠોડ નામના વિદ્યાર્થીએ વિક્રમ સર્જ્યો
ધોરણ ૧૦ ના ત્રણ વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવી ઈતિહાસ રચ્યો; ધાનેરા તાલુકાના સાંકડ ગામના પશુપાલન અને ખેતી કરતાં વિક્રમ રાઠોડ એક ગરીબ વિદ્યાર્થીએ પોતાના રહેલ સ્મતાને સમાજ આગળ લાવી ધોરણ ૧૦ ના પરિણામમાં ત્રણ વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવી પોતાના નામ પ્રમાણે વિક્રમ સર્જ્યો છે. વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૦ નું પરિણામ પહેલું પગથિયું માનવામાં આવે છે. ધોરણ ૧૦ નાં અભ્યાસને લઈ વિદ્યાર્થીઓના માતા પિતા તેઓને સુખ સુવિધા આપવામાં પીછેહઠ કરતા નથી. તમામ સુખ સુવિધાઓ સાથે બાળકો સારૂ પરિણામ લાવતા હોય છે. જેની સામે ધાનેરા તાલુકાના નાનકડા સાંકડ ગામના વિક્રમ રાઠોડ એક સાધારણ પરિવારમાંથી આવે છે. ઘર પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નથી જેને લઇ વિક્રમની માતા ખેતી પશુપાલન સહિત મજૂરીનું કામ કરે છે અને એજ મજૂરી વિક્રમના નશીબમાં પણ લખેલી છે. પોતાના ખેતરેથી ગામમાં આવેલ દૂધ મંડળી સુધી દૂધ ભરાવવા માટે પગે ચાલીને જવું, પશુપાલન અને ખેતીમાં ઘર પરિવારને મદદ કરવી અને સાથે શિક્ષણ પ્રાપ્ત કરવું તેનો નિત્યક્રમ છે. વિક્રમનું ઘર કાચા ઓરડા જેવું છે. જે ઘરના ઉપરના પતરા પણ પૂરા નથી. આવી પરિસ્થિતીમાં વિક્રમ રાઠોડે ચાલુ વર્ષ દરમિયાન લેવાયેલ ધોરણ ૧૦ ની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. પરિણામ તો ઠીક પણ ત્રણ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવી પોતાના રહેલી પ્રતિભા અને સંઘર્ષને પરિણામ લક્ષી સમાજ સમક્ષ મૂક્યું છે. વિક્રમનું કહેવું છે કે સુખ સુવિધા વિના પણ એક સમયના કલાકો નક્કી કરવામાં આવે તો પરિણામ ધાર્યું આવે છે. એક તરફ જોવામાં આવે તો મોટા શહેરોની મોટી શિક્ષણ ની સંસ્થાઓ મોટી ફિસ સાથે બાળકોને અભ્યાસ પૂરો પાડે છે બીજી તરફ ધાનેરાની ધાનેરાની ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ જેવી પણ શિક્ષણપ્રિય સંસ્થાઓ છે જે વિક્રમ જેવા શિક્ષણ જગતના હીરાની પરખ કરી તેઓને આર્થિક રીતે મદદ સાથે વિક્રમને શિક્ષણ બાબતે પૂરતી મદદ કરવામાં આવી છે. જેના થકી ગ્રામીણ વિસ્તારમાં એક નાનકડા ઓરડામાં રહેતા ગરીબ વિદ્યાર્થીને આજની આધુનિક દુનિયામાં આગળ વધવા માટેની તક મળી છે. જે ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ ના આભારી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર