પાટણ શહેરના જુના પાવર હાઉસ ખાતે જી.ઈ.બી.ની વહીવટી ઓફિસ બંધ કરી અન્યત્ર ખસેડવામાં આવતા વિસ્તારના લોકો મા જીઈબી તંત્ર પ્રત્યે નારાજગી ઉભી થવા પામી છે. ત્યારે જુના પાવર હાઉસ ખાતે જીઈબી દ્રારા બંધ કરવામાં આવેલ વીજ બીલના નાણાં સ્વીકારવાની તેમજ વીજ ધારકોને કોઈ પણ ફરિયાદ હોય તો તેનું નિરાકરણ માટે વીજ ફરિયાદ કેન્દ્ર પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માગ સાથે આ વિસ્તારમાં આવતા તમામ વોર્ડની પ્રજાને સાથે રાખીને શુક્રવારે સવારે 9.45 કલાક થી 11.00 કલાકના સમય દરમ્યાન શહેરના જુના પાવર હાઉસ, ગંજ શહીદ પીર પાસે સમૂહ સહી ઝુંબેશ નો કાર્યક્રમ જૂના પાવર હાઉસ ફરિયાદ કેન્દ્ર બચાવ સમિતિ દ્ધારા આપવામાં આવ્યો હતો. આ સહી ઝુંબેશ કાયૅક્રમ મા ભાજપ- કોગ્રેસના નગરસેવકો સહિત વિસ્તારના રહીશો એ મોટી સંખ્યામાં પોતાની સહી કરી આ ઝુંબેશ ને પોતાનું સમથૅન આપ્યું હતું.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ જુના પાવર હાઉસ ખાતેની વહીવટી ઓફિસ પુનઃચાલુ કરવાની માગ સાથે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Patan city#Local Governance#Community Advocacy#Public Support#Public Services#Political Involvement#Community Resentment#GEB#Signature Campaign#Administrative Office Closure#Old Power House#Electricity Bill Payments#Complaint Resolution Center#BJP-Congress Participation
સંબંધિત સમાચાર
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
6 કલાક પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
6 કલાક પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
2 દિવસ પહેલા
