રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ2 એપ્રિલ, 2026| Super Admin

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં પાટણ કલેક્ટરની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં પાટણ કલેક્ટરની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

ચૂંટણી નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા તમામ વિભાગો વચ્ચે સુમેળ અને સંકલન અત્યંત જરૂરી : કલેક્ટર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતને અનુસંધાને જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુચારુ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન ચૂંટણી પ્રક્રિયાના તમામ તબક્કાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે આચાર સંહિતાનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા સાથે ચૂંટણીને લગતા જરૂરી માર્ગદર્શન અને તમામ તૈયારીઓની અસરકારક સુપરવિઝન કરવા સૂચનાઓ આપી હતી.સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી તમામ પગલાં, તેમજ ચૂંટણી ઓબ્ઝર્વર્સ માટે વાહન વ્યવહાર, રહેવાની-જમવાની સુવિધા, ટેલિફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેઠકમાં તૈયાર મતદાર યાદીની ચકાસણી, મતદારયાદી પરથી માર્ક કોપી ચીવટપૂર્વક તૈયાર થાય તેની કામગીરીનું સંકલન, દેખરેખ અને નિયંત્રણ,તેમજ ઇવીએમ મશીનોનું સંચાલન અને જાળવણી અંગે વિશેષ ધ્યાન આપવા સૂચનાઓ આપવામાં આવી હતી.

તેમજ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન, ઉમેદવારી ફોર્મથી લઈને ચૂંટણી પરિણામ સુધીની તમામ માહિતી ઇ-ડેશબોર્ડમાં સમયસર દાખલ કરવા,તેમજ ઉમેદવારોના એફિડેવિટ/એકરારનામા ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની સ્થાપના, પોલિંગ સ્ટાફની વ્યવસ્થા, ચૂંટણીમાં રોકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવી, વાહન સંપાદન, બેલેટ પેપર સંબંધિત કામગીરી, મીડિયા મેનેજમેન્ટ,તેમજ મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે અંગે પણ સુચનાઓ આપવામાં આવી હતી.ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા અંગેના પરિપત્રોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવું, ઉમેદવારના રજીસ્ટરની ચકાસણી અને તેનું જિલ્લા કક્ષાએ નિયમિત રિપોર્ટિંગ કરવું જેવી મહત્વપૂર્ણ બાબતો પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કલેક્ટરે જણાવ્યું હતું કે, ચૂંટણી લોકશાહીનું પર્વ છે અને તેને નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે તમામ વિભાગો વચ્ચે સુમેળ અને સંકલન અત્યંત જરૂરી છે.આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગની તૈયારીઓ અંગે માહિતી રજૂ કરી હતી.

ચૂંટણી કાર્યક્રમ

1.ચૂંટણીની જાહેરાતની તારીખ: 01-04-2026

2.જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ: 06-04-2026

3.ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ:  11-04-2026

4.ઉમેદવારીપત્રોની ચકાસણી કરવાની તારીખ: 13-04-2026

5.ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ: 15-04-2026

6.મતદાનની તારીખ : 26-04-2026 (રવિવાર)સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી

7.પુનઃ મતદાનની તારીખ (જો જરૂરી હોય તો): 27-04-2026

8.મતગણતરીની તારીખ:  28-04-2026

9.ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: 30-04-2026

સંબંધિત સમાચાર