સોશિયલ મીડિયાના માધ્યમથી રાતોરાત ફેમસ થઈ જવાની ઘેલછામાં લોકો સારા નરસાનું ભાન રાખવાનું પણ ભૂલી ગયા છે, જ્યાં જુઓ ત્યાં રિલ બનાવતા લોકો આજકાલ વધારે નજરે પડી રહ્યા છે. તેવો જ એક રિલ બનાવી ફેમ થઈ જવાનો કિસ્સો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં બનવા પામ્યો છે કે જ્યાં ૧૮ વર્ષીય યુવક બળવંત ચંદુભાઈ વાલ્મીકિ રિલ બનાવવાના ચક્કરમાં તળાવમાં ડૂબી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું છે. ડભોડા ગામમાં રહેતો બળવંત ગતરોજ સાંજે ગામના સીમાડે આવેલા તળાવના કિનારે જઈ પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા માટે એક રિલ બનાવી રહ્યો હતો. તળાવના કિનારે ઊભો રહી જુદી જુદી રીતે વીડિયો શૂટ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેનો પગ લપસી જતાં સીધો તળાવના ઊંડા પાણીમાં જઈ હરકાવ થઈ જવાના લીધે યુવક ડૂબી જવાથી બહાર નીકળી શક્યો નહોતો જેના લીધે રિલ બનાવવાના ચક્કરમાં યુવકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ ડભોડા ગામના સરપંચ તેમજ તલાટી સહિત ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી જ્યાં તરવૈયાઓએ તુરંત જ પાણીમાં કૂદકો મારી યુવકને શોધવાની તપાસ શરૂ કરી હતી. કલાકોની શોધખોળ બાદ યુવકને તળાવમાંથી બહાર કાઢ્યો કાઢતા યુવકને બેભાન અવસ્થામાં જોઈને ગ્રામજનોએતાત્કાલિક તેને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પર હાજર રહેલા ડોક્ટરે યુવકને મૃત જાહેર કરેલ હતો. જેના લીધે સમગ્ર ડભોડા ગામમાં શોક પ્રસરી જતા ગમગીની ભર્યું વાતાવરણ સર્જાયું હતું. રાતોરાત સોશિયલ મીડિયામાં છવાઈ જવાના ગાંડા ક્રેઝમાં આજની પેઢીના યુવાનો જોખમી ખેડાણ કરી દેતા હોય તેમ જણાય આવે છે જેમાં માત્ર થોડી લાઈક્સ અને કોમેન્ટ્સ મેળવવા માટે યુવાનો ઘણીવાર પોતાની જિંદગીને જોખમમાં મૂકી દેતા પણ હોય છે. ડભોડામાં બનેલી યુવાનના કરું મોતની દુર્ઘટના એવા તમામ યુવાનો અને તેમના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મહેસાણા જિલ્લાના ડભોડામાં લાલબત્તી સમાન કિસ્સો રિલ બનાવવાના ચક્કરમાં યુવાને જીવ ખોયો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Social media#local news#mental health#Mehsana District#Public Awareness#Accident Prevention#Community Response#Tragic Incident#Youth Safety#Dabhoda#Drowning#Reel Making#Viral Fame#Risky Behavior#Parental Guidance
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
10 કલાક પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
