પાટણ શહેરમાં એક વૃદ્ધ માતાએ પોતાની દીકરી અને જમાઈ વિરુદ્ધ ચેક ચોરીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણના કસુંબીયાપાડા વિસ્તારમાં રહેતા મેનાબેન શંકરલાલ પટેલ (ઉ.વ.૬૭) નાઓએ પોતાની દીકરી સોનલબેન અને જમાઈ દિલીપભાઈ પસાભાઈ પટેલ સામે કરેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાની દીકરી તેમજ જમાઈ એ એપ્રિલ ૨૦૨૪ થી એપ્રિલ ૨૦૨૫ના સમય દરમિયાન મેનાબેનના ઘરના કબાટમાંથી ચાર ચેક ચોરી કર્યા છે. આ ચેક પાટણની નાગરિક સહકારી બેંકના ખાતા નંબર ૮૧૫૦૦૧૦૬૦૧૦૧૩૩૦૫ના છે. અને ચોરાયેલા ચેકના નંબર ૧૧૬૦૯૩.૧૧૬૧૦૫, ૧૧૬૧૦૭ અને ૧૧૬૧૧૦ છે. પાટણ એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૫(એ) અને ૫૪ હેઠળ વૃધ્ધાની ફરિયાદ આધારે તેમની દિકરી અને જમાઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેરમાં પટેલ પરિવારના સભ્યો દ્વારા જ આચરવામાં આવેલી આ ચોરીનો કિસ્સો સમગ્ર પટેલ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણમાં એક માતાએ પોતાની દીકરી અને જમાઈ વિરુદ્ધ ચેક ચોરીનો ગુનો નોંધાવ્યો..!

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Patan city#Police complaint#Financial fraud#legal proceedings#Criminal Investigation#Indian Penal Code#family dispute#Elderly Victim#Cheque Theft#Nagarik Sahakari Bank#Community Discussion
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
