જિલ્લાની પાંચ નગરપાલિકા,પાંચ સંવેદનશીલ એરિયા અને આઠ સરહદી ગામો એમ કુલ ૧૮ લોકેશન પર મોકડ્રીલ સાથે રાત્રે ૮ થી ૮:૩૦ કલાકે બ્લેક આઉટ કેન્દ્રીય સરકારના નિર્દેશ પ્રમાણે તા.૨૯ મી મે, ૨૦૨૫ ના રોજ પાટણ જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત "ઓપરેશન શિલ્ડ" મોકડ્રિલ યોજનાર છે. જિલ્લામાં બી.પી.સી.એલ ટર્મિનલ, સિધ્ધપુર, આઇ.ઓ.સી.એલ. ટર્મિનલ, સિધ્ધપુર, જી.આઇ.ડી.સી. સિધ્ધપુર ની સાથે સિધ્ધપુર,પાટણ,ચાણસ્મા,હારીજ અને રાધનપુર નગરપાલિકા,આઇઓસીએલ પાઇપલાઇન યુનિટ, રાધનપુર,એચપીસીએલ પંપીંગ સ્ટેશન,સાંતલપુર અને બોર્ડર પરના આઠ ગામો એમ કુલ ૧૮ લોકેશન પર આ મોકડ્રીલ યોજવામાં આવશે. જ્યારે રાતે ૮ થી ૮:૩૦ કલાક દરમિયાન સંપૂર્ણ બ્લેક આઉટ પાળવામાં આવશે.કલેક્ટર તુષાર કુમાર ભટ્ટે કહ્યું કે આ મોકડ્રીલ સિવિલડિફેન્સ, નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવનાર છે. યુધ્ધ જેવી પરિસ્થિતમા જે પગલાં લેવાના થાય એ પગલાં લેવાનું આયોજન કરેલું છે. કોઈ બિલ્ડિંગ પર મિસાઈલ કે ડ્રોન વડે હુમલો થાય તો એ દરમિયાન ઇજાગ્રસ્તો અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખેસેડવા, પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. રાત્રે ૮ થી ૮:૩૦ કલાક દરમિયાન બ્લેક આઉટ કરવાનું રહેશે. તેમજ બ્લેક આઉટ સમય દરમિયાન સ્ટ્રીટ લાઈટ, હોર્ડીગ અને દુકાનોમાં તેનું સંપૂર્ણ પાલન થાય એ માટે ખાસ સૂચન કર્યું છે. મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સની તાલીમ પામેલ વધુમાં વધુ વોલીન્ટીયર્સને જોડાવવા અનુરોધ સાથે નાગરિકોને સહભાગી બનવા કલેકટર તુષાર ભટ્ટે વિનંતી કરી છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ જિલ્લામાં સાંજે ૫ થી ૮ વાગ્યા દરમિયાન “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mock drill#Patan district#security measures#Community Safety#Disaster Management#Emergency Preparedness#Civil Defense#War Simulation#Operation Shield#Blackout Exercise#Civil Protection
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
7 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
