રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભરમાં વરસાદી માહોલ વચ્ચે માનસિક અસ્થિર યુવાન મળી આવ્યો, સુરક્ષા માટે અપના ઘર આશ્રમમાં ખસેડાયો

ભાભરમાં વરસાદી માહોલ વચ્ચે માનસિક અસ્થિર યુવાન મળી આવ્યો, સુરક્ષા માટે અપના ઘર આશ્રમમાં ખસેડાયો

પોલીસ અને માનવતા ગ્રુપે માનવતા મ્હેંકાવી

ભાભર શહેરમાં ધોધમાર વરસાદ દરમિયાન રસ્તા પર ભટકી રહેલો એક માનસિક અસ્થિર યુવાન મળી આવતા પોલીસે માનવતાનો ઉત્તમ દાખલો પૂરું પાડ્યો હતો. પોલીસ અને માનવતા ગ્રુપના સંયુક્ત પ્રયાસોથી યુવાનને સુરક્ષિત રીતે ઉમતા સ્થિત અપના ઘર આશ્રમ ખાતે ખસેડવામાં આવ્યો છે.

મળી આવેલા યુવાનની ઓળખ નરેન્દ્રપાલ સિંહ દીપચંદ તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના કોલ તાલુકાના પાલા રોડ, હોલી ચોક વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એલ. જોષીના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટેશનની ટીમ અને માનવતા ગ્રુપ ભાભરે તાત્કાલિક કાર્યવાહી કરી યુવાનને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યો હતો. આશ્રમમાં તેની જરૂરી સારવાર, સંભાળ અને પરિવાર સાથે પુનઃમિલન કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માનવતાભર્યા પ્રયાસને સ્થાનિક લોકોએ બિરદાવ્યો હતો અને પોલીસ તથા માનવતા ગ્રુપની માનવતાની પ્રશંસા કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#bhabhar

સંબંધિત સમાચાર