રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ8 જૂન, 2025| Super Admin

પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે અધતન સુવિધાઓ સાથે ની લાઈબ્રેરી નો પ્રારંભ કરાયો

પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે અધતન સુવિધાઓ સાથે ની લાઈબ્રેરી નો પ્રારંભ કરાયો
ઠાકોર સમાજે અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો માથી બહાર આવી સરસ્વતિ ના ધામો ઉભા કરવા પડશે : ગેનીબેન પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે હાઈટેક લાઈબ્રેરી નો રવિવારે સમાજના સંતો મહંતો અને રાજકીય સામાજિક આગેવાનો સહિત દાતાઓની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ લાઈબ્રેરી મા સમાજની ૪૭ દીકરીઓ એકીસાથે વાંચન કરી શકે તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તો લાઈબ્રેરી મા પ્રવેશ માટે દરેક દિકરીએ ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કયૉ બાદ જ લાઈબ્રેરીમાં પ્રવેશી શકશે અને તમામ દિકરીઓના વાલીઓને તેમની દીકરીએ લાઈબ્રેરી મા પ્રવેશ કર્યો હોવાની તેમજ લાઈબ્રેરી માંથી બહાર નીકળી હોવાની મોબાઇલ મેસેજ થી જાણ થશે. આ લાઈબ્રેરી સવારે ૮ થી સાંજના ૬ કલાક સુધી ચાલુ રહેશે. પાટણ શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમાજ દાતાઓના અનુદાનથી તૈયાર કરવામાં આવેલ સંત સદારામ કન્યા લાઈબ્રેરી ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને  મહત્વનો સંદેશ આપતા કહ્યું હતું કે, મંદિરોમાં લાખો રૂપિયાનું દાન કરવાને બદલે સમાજ શ્રેષ્ઠીઓએ સરસ્વતીના મંદિરો ઉભા કરવા જોઈએ.તેમણે સમાજ માથી અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો દૂર કરવા પણ અપીલ કરી ઠાકોર સમાજની દીકરીઓ આ લાઈબ્રેરીનો નિઃશુલ્ક ઉપયોગ કરી પ્રગતિના શિખરો સર કરી પરિવાર અને સમાજનું નામ રોશન કરે તેવી કામના વ્યકત કરી હતી. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે પણ ખાસ ઉપસ્થિત રહી સમાજની દિકરી માટે તૈયાર કરવામાં આવેલ લાઈબ્રેરીની સરાહના કરી શિક્ષણ કાયૅમાં સમાજના લોકોને તન, મન અને ધનથી સહીયોગી બનવા અપીલ કરી હતી. લાઈબ્રેરી મા વાંચન માટે આવનાર હેતલ ઠાકોરે જણાવ્યું હતું કે, અગાઉ સમાજની દીકરીઓ માટે અભ્યાસની કોઈ વ્યવસ્થા નહોતી. હવે આ આધુનિક લાઈબ્રેરી માં સમાજની દીકરીઓ નિશ્ચિત પણે પરીક્ષાની તૈયારી કરી શકશે અને સમાજનું નામ રોશન કરશે. આ સાથે અન્ય રાજકીય સામાજિક આગેવાનો એ પ્રસંગોચિત ઉદબોધન કરી લાઈબ્રેરી ના પ્રારંભની શુભેચ્છાઓ પાઠવી હતી. તો સમાજના દાતાઓએ દાનની સરવાણી વહાવી લાઈબ્રેરી ના નિભાવની જવાબદારી સ્વીકારી હતી.

સંબંધિત સમાચાર