પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા 351 છાત્રો પાસેથી રૂ. 3000 દંડ વસૂલાશે

પરિક્ષામાં ચોરી કરતાં પકડાયેલા તમામ વિધાર્થીઓનું એક વષૅ બગડશે
પાટણની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષાઓમાં પ્રથમવાર સેન્ટ્રલાઈઝ ઓબ્ઝર્વેશન સિસ્ટમ બનાવી 210 થી વધુ કર્મચારીઓને સેન્ટરો ઉપર સ્ટેન્ડબાય રાખવાની સાથે સ્પેશિયલ સ્ક્વોર્ડ ટીમ ઉપરાંત યુનિવર્સિટીની ફ્લાઈંગ સ્ક્વોર્ડ ટીમ નિરીક્ષણ માટે મોકલવામાં આવી હતી.જેને લઇ 11 નવેમ્બર થી 3 ડિસેમ્બર દરમિયાન બે તબક્કામાં યોજાયેલી પરીક્ષામાં કુલ 351 જેટલા વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા છે. જે યુનિવર્સિટીના 38 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટો આંકડો છે.
યુનિવર્સિટી દ્વારા પારદર્શક પરીક્ષા માટે કુલપતિના નેતૃત્વમાં સેન્ટ્રલાઈઝ ઓબ્ઝર્વેશન ટીમ દ્વારા સામૂહિક અને વ્યક્તિગત ચોરીના કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પરીક્ષા સેન્ટરો પરથી બંને તબક્કામાં કુલ 351 વિદ્યાર્થીઓને ચોરી કરતાં પકડ્યા છે, જેમાંથી પ્રથમ તબક્કા (11 નવેમ્બરથી 22 નવેમ્બર)માં 170 કેસ અને બીજા તબક્કા (25 નવેમ્બરથી 3 ડિસેમ્બર)માં 181 કેસ નોંધાયા છે. યુનિવર્સિટીના નિયમો અનુસાર આ તમામ વિદ્યાર્થીઓને સજા રૂપે એક શૈક્ષણિક વર્ષ ગુમાવવું પડશે. અને સાથે જ તેમને મોટો આર્થિક દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત સામૂહિક કોપી કેસ કે ગંભીર પ્રકારની બેદરકારી હશે તો તેનાથી પણ વધુ એટલે કે અંદાજે 10,000 સુધીનો દંડ ઉપરાંત બે કે ત્રણ વર્ષ પણ પરીક્ષા ઉપર પ્રતિબંધ મુકાઈ શકે છે. 351 કેસમાંથી લગભગ 20 વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પકડાયા હતા, જ્યારે 150 થી વધુ વિદ્યાર્થીઓ ચબરખીઓ (ચીટ) દ્વારા ચોરી કરતા રંગે હાથે ઝડપાયા હતા. ઉપરાંત, અન્ય વિદ્યાર્થીઓ પણ નિરીક્ષણ દરમિયાન અંગઝડતી કે ટેબલ પર સંતાડેલું પરીક્ષા સંબંધિત સાહિત્ય સ્ક્વોર્ડ ટીમના હાથે લાગતા કોપી કેસ નોંધાયા છે. જે તમામ સાબિત થાય તો નવી પોલીસી મુજબ વિદ્યાર્થીને કોપી કેસ મામલે રૂ. 3,000નો દંડ અને એક વર્ષ પરીક્ષા ઉપર પ્રતિબંધની ઓછામાં ઓછી સજા છે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
12 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
