પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી 14 વર્ષની કિશોરી ગુમ

ઉત્તર પ્રદેશની સગીરાના અપહરણની પિતાએ શંકા વ્યકત કરી ફરિયાદ નોધાવી
પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ માંથી 14 વર્ષની એક સગીર કિશોરી ગુમ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના શ્રમિક પરિવારની આ દીકરી તેની માતાની પ્રસૂતિ સમયે હોસ્પિટલમાં હાજર હતી. ત્રણ દિવસથી ગુમ થયેલી કિશોરીનો પત્તો ન લાગતા તેના પિતાએ અપહરણની શંકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સિદ્ધપુર તાલુકાના કાલેડા ગામે ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતા ઉત્તર પ્રદેશના કાસગંજના શહબાજપુરના એક શ્રમિક પરિવારની 14 વર્ષની દીકરીની માતાને પ્રસૂતિ માટે પાટણની ધારપુર સિવિલના પ્રસૂતિ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. માતાએ આઠમા સંતાન તરીકે એક દીકરીને જન્મ આપ્યો હતો. માતાની સંભાળ રાખવા માટે આ મોટી દીકરી હોસ્પિટલમાં રોકાઈ હતી, જ્યારે તેના પિતા બીજી દીકરીની બીમારીના કારણે સિદ્ધપુરના કાલેડા ગામે ભઠ્ઠા પર ગયા હતા. 15 માર્ચના રોજ માતા નવજાત બાળકીને દૂધ પીવડાવવા માટે NICU વોર્ડ નંબર 19 માં લઈ ગઈ હતી અને મોટી દીકરીને બહાર બેસવાનું કહ્યું હતું.માતા બાળકીને દૂધ પીવડાવીને બહાર આવી ત્યારે મોટી દીકરી ત્યાં જોવા મળી ન હતી. તેની ઘણી શોધખોળ કરવા છતાં અને તેના ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં તે મળી ન હતી.
બાદમાં કિશોરીના પિતાને જાણવા મળ્યું કે તેમના ઈંટના ભઠ્ઠા પર કામ કરતો ઉત્તર પ્રદેશનો મજૂર ઓમકાર સુખવીર સૈની તેમની દીકરી સાથે ફોન પર વાતચીત કરતો હતો. પિતાએ તેને ઠપકો આપ્યા બાદ તે પોતાના વતન જતો રહ્યો હતો. આથી પિતાને શંકા ગઈ કે ઓમકાર તેમની દીકરીનું અપહરણ કરીને લઈ ગયો છે, અને તેમણે પાટણના રણુંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
પાટણપાટણ-ચાણસ્મા હાઈવે પર મસમોટા ખાડા અને તિરાડો: વાહનચાલકો માટે અકસ્માતનું મોટું જોખમ
3 દિવસ પહેલા
પાટણચાણસ્મા છેતરપિંડી કેસ: નાસતા ફરતા બે આરોપીઓને અમદાવાદથી ઝડપી લેતી પાટણ એલસીબી
3 દિવસ પહેલા
પાટણસ્વચ્છ પાટણ અભિયાન: 10 નવા હોપર ટીપર વાહનોનું લોકાર્પણ
4 દિવસ પહેલા
પાટણપાટણના 300 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
4 દિવસ પહેલા
