પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે ગામની રૂબરૂ મુલાકાત લઈ સમસ્યાના નિરાકરણ માટે ખાતરી આપી. પાટણ તાલુકાના દુધારામપુરા ગામે દેશી અને ઇંગ્લિશ દારૂના દૂષણને બંધ કરાવવા ગ્રામજનો આકરા પાણીએ જોવા મળ્યા છે. ત્યારે શનિવારે દુધારામ પુરા ગામના લોકોની આ વેદનાને ધ્યાનમાં રાખીને પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે રૂબરૂ મુલાકાત લીધી હતી. અને ગ્રામજનો સાથે સ્થળ પર સંવાદ કરી ગામમાં ફેલાયેલી દેશી-વિદેશી દારૂની બદીને નાબૂદ કરવા તેઓએ ગ્રામજનો ને હૈયાધારણા આપી આ પ્રવૃત્તિ વહેલી તકે બંધ કરાવવા જિલ્લા પોલીસ વડા ને રજુઆત કરવાની ગ્રામજનોને ખાતરી આપી હતી. દુધા રામપુરા ગામની મુલાકાત દરમિયાન ગામના યુવાનો અને વડીલોએ ગામની સીમમાં ધારાસભ્યને લઇ જઈ ત્યાં ઠલવાયેલ અસંખ્ય દેશી દારૂની ખાલી પોટલીઓ અને ઇંગ્લિશ દારૂની બોટલો બતાવી હતી. મુલાકાત દરમિયાન પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે દુધારામપુરા ગામનીઆ સમસ્યાનો ઉકેલ લાવવા હૈયાધારણા આપતાં ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણના દુધારામપુરા ગામે દેશી અને વિદેશી દારૂના દૂષણને લઈ ગ્રામજનો આકરા પાણીએ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
પાટણપાટણના બાલીસણામાં 8 મજૂરોના નામે રૂ. 34.21 લાખની લોન કૌભાંડ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં દિવાળી પૂર્વે ચીલઝડપ અને પોકેટ મારી રોકવા એ-ડિવિઝન પોલીસે CCTV નિરીક્ષણ કર્યું
2 દિવસ પહેલા
પાટણપાટણ પોલીસે કલેક્ટર કચેરીમાં BDDS અને ડોગ સ્ક્વોડ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
4 દિવસ પહેલા
પાટણયુનિવર્સિટી MBBS ઉત્તરવહી કૌભાંડમાં પાર્થ મહેશ્વરી આખરે જેલહવાલે કરાયો
4 દિવસ પહેલા
