રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વડાવળથી વાસણા ગામને જોડતા માર્ગ ખુલ્લો કરવાની કામગીરીથી ગ્રામજનોને રાહત

વડાવળથી વાસણા ગામને જોડતા માર્ગ ખુલ્લો કરવાની કામગીરીથી ગ્રામજનોને રાહત
ગ્રામ પંચાયત અને ખેડૂતોના સહયોગથી માર્ગ ખુલ્લો થતા રસ્તો પાકો બનાવવા માટે માંગ વડાવળથી વાસણા ગામને જોડતો મહત્વપૂર્ણ માર્ગ ગ્રામ પંચાયતના સહયોગ અને ગ્રામજનોની મહેનતથી ખુલ્લો કરવામાં આવી રહ્યો છે  આ રસ્તો ખુલ્લો થતાં આસપાસના વિસ્તારના લોકોને આવનજાવનમાં મોટી રાહત મળી છે. ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી હવે આગામી સમયમાં આ માર્ગ પર પાકો ડામર રોડ બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.  ડીસા–રાધનપુર હાઇવેને ડીસા–પાટણ તથા જુના ડીસા–સમૌ રોડ સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ હોવાથી અત્યારે કાચા રસ્તા પર પણ અનેક વાહન ચાલકો ચાલી રહ્યા છે. ત્યારે ખાસ કરીને વાસણા જુના ડીસા નજીક પ્રસ્તાવિત પ્રાણી સંગ્રહાલય માટે પણ આ માર્ગ અત્યંત ઉપયોગી સાબિત થશે. જેના કારણે સમગ્ર વિસ્તારના વિકાસની નવી તકો ઊભી થવાની શક્યતા છે. ગ્રામજનો દ્વારા ડીસાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીને આ માર્ગ ઝડપથી પાકો ડામર રોડ બનાવવા માટે વ્યક્તિગત રસ લઈને કામગીરી આગળ વધારવાની માંગ કરવા માં આવી છે. વડાવલ ગામ થી બનાસ નદી સુધી માર્ગ ખુલ્લો કરાવવા માટે વડાવળ ગામના સરપંચ માવજીભાઈ દેસાઈ અને પંચાયત સદસ્ય શ્રવણજી અનાજી વાઘેલા સહિત પંચાયત ના સદસ્યોની વિશેષ મહેનત અને આજુબાજુના ખેતરોના તમામ ખેડૂતોએ પણ સંપૂર્ણ સહયોગ આપતા અંતે આ માર્ગ ખુલ્લો બનતા સમગ્ર વિસ્તાર માટે વિકાસનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર