પાટણ શહેરના હાઇવે વિસ્તાર ઉપર સિદ્ધપુર ચોકડી ઉપર આવેલા બંને કોમ્પ્લેક્ષો તરફ ઢીંચણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. તો હાઇવે વિસ્તાર ઉપર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવી પડી હતી. પાટણમાં બપોરે થી ધોધમાર વરસાદ થતાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતાં આનંદ સરોવરથી સિદ્ધપુર ચોકડી રોડ પર પાણી ભરાતાં વાહનો ફસાયા હતા. સિદ્ધપુર ચોકડી, પદ્મનાભ વિસ્તાર, મીરા દરવાજા રોડ, ગાયત્રી મંદિર રોડ, કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલ રોડ, લીલીવાડી રોડ, ટેલીફોન એક્સચેન્જ રોડ, સુદામા ચોકડી, પારેવા સર્કલ, ખાલકશાપીર રોડ, ધનાસરા છાપરા વિસ્તાર સહિતના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ પાણી ભરાતાં વાહનો ફસાયા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Public Safety Concerns#Patan City Rainfall#Heavy Rain Impact#Monsoon 2025#Two Inches in One Hour#Siddhpur Chowkdi Flooding#Urban Waterlogging#Stranded Vehicles#Pedestrian Disruption#Anand Sarovar to Siddhpur Road#Flooded Roadways#Emergency Response Needed
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
