રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

45 ડીગ્રી તાપમાન વચ્ચે વાવનું લોદ્રાણી ગામ પાણી વિના પશુધન અને લોકોની હાલત કફોડી

45 ડીગ્રી તાપમાન વચ્ચે વાવનું લોદ્રાણી ગામ પાણી વિના પશુધન અને લોકોની હાલત કફોડી
સરહદી વાવ તાલુકાના રણ વિસ્તારના કસ્ટમ રોડ પર આવેલા લોદ્રણી ગામે છેલ્લા કેટલાય દિવસ થી ઉનાળા ની કાળઝાળ ગરમી અને 45 ડીગ્રી તાપમાન વચ્ચે પાણી કાળો કકળાટ થતાં આ વિસ્તાર ની જનતા અને પશુધન પાણી વિના વલખાં મારી રહ્યું છે. આ બાબતે લોદ્રની ગામના યુવા અગ્રણી શ્રવણ ભાઈ મણવરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 15 માર્ચ થી કેનાલ નું પાણી બંધ થઈ જતાં સરહદી કસ્ટમ રોડ ના છેવાળા પર આવેલા ગામોમાં પાણીની અછત વર્તાઈ રહી છે. લોકો તો આમતેમ ભટકી વલખાં મારી પાણી મેળવી લે છે. પરંતુ પક્ષીઓ અને પશુ ઓ હાલત કફોડી બની જાય છે. તે તમો ફોટો વિડીયોમાં જોઈ શકો છો આ મુદ્દે જવાબદાર પા.પુરવઠા તંત્ર જાગૃત બની આ સરહદી છેવાડા પર આવેલા ગામોમાં પશુઓ ને પીવાના હવાડા ભરવા માટે ટેન્કર મૂકે તેવી જન માંગ છે. વધુ માં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે તો આ વિસ્તારનું પશુધન તેમજ ખેડૂતો ના ઉભા પાકને જીવતદાન મળી શકે છે? ઉનાળા ની કાળ ઝાળ ગરમી માં પાણીની મુખ્ય લાઇન માંથી પાણી ચોરી કરી કોમર્શિયલ હેતુ માં ઉપયોગ કરતા તેમજ સિંચાઈ માં ઉપયોગ કરતાં પાણી ચોરો ના કનેકશનો કાપવા જરૂરી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર