રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ16 એપ્રિલ, 2025| Super Admin

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવુતિઓ યોજાઈ

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવુતિઓ યોજાઈ
11 જિલ્લાઓ માંથી 1600 જેટલા સહભાગીઓ સાથે સાયન્સ સેન્ટર બન્યું વિજ્ઞાન પ્રેમીઓનું કેન્દ્ર પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર વૈજ્ઞાનિક ચિંતનને પ્રોત્સાહન આપતા અનેક વૈજ્ઞાનિક કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા હતા. આ કાર્યક્રમોમાં ઉનાળાની લૂથી બચવાના ઉપાયો અંગે જાગૃતિ કાર્યક્રમ, વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આરોગ્ય જાગૃતિ, આંતરરાષ્ટ્રીય સેફટી પિન દિવસની ઉજવણી અને વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ નિમિત્તે મહિનાભર ચાલનાર જાગૃતિ કાર્યક્રમોનો સમાવેશ થયો હતો. વિશેષરૂપે, વિશ્વ ક્વોન્ટમ દિવસ ના ભાગ રૂપે ગુજકોસ્ટ,ગાંધીનગર તથા ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ, ગુજરાત વિભાગના સહયોગથી વૈજ્ઞાનિક ચર્ચાનું લાઈવ પ્રસારણ યોજાયું હતું. આ સમગ્ર કાર્યક્રમોમાં પાટણ,મહેસાણા,બનાસકાંઠા,અરવલ્લી, ગાંધીનગર,કચ્છ,સાબરકાંઠા, સુરેન્દ્રનગર,અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત કુલ 11 જિલ્લાઓમાંથી શૈક્ષણિક પ્રવાસે આવેલા 101 વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ 1500 જેટલા સામાન્ય નાગરિકો સહિત કુલ 1600 થી વધુ સહભાગીઓએ આ પ્રયોગાત્મક શૈક્ષણિક પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો. આ ઉનાળા વેકેશનમાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભ્યાસ માટે અનોખી તક મળી શકે તે માટે સાયન્સ સેન્ટર અને ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા 29 એપ્રિલથી તા.7 જૂન 2025 દરમિયાન સમર સાયન્સ કેમ્પ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એ.આઈ અને રોબોટિક્સ,જૈવ વિવિધતા, જિનેટિક્સ,કોડિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ક્વોન્ટમ સાયન્સ જેવા છ વિષય આવરી લેવાશે. દરેક કેમ્પ પાંચ દિવસનો હશે. જેમાં પ્રથમ તબક્કો 29 એપ્રિલથી 3 મે 2025 દરમિયાન યોજાશે. વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ,વર્કશોપ, ગેલેરી આધારિત એક્ટિવિટીઓ, આકાશ દર્શન, સૂર્ય દર્શન, વૈજ્ઞાનિક ફિલ્મો,ગેમ્સ અને સ્પર્ધાઓ દ્વારા વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કરવાની તક મળશે. સમર સાયન્સ કેમ્પ માં નોંધણી માટે છેલ્લી તારીખ 24 એપ્રિલ 2025 હોવાનું સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી એ જણાવ્યું હતું .

સંબંધિત સમાચાર