રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા6 નવેમ્બર, 2025| Super Admin

ડીસા તાલુકામાં કમોસમી વરસાદથી બટાકા પાકને ભારે નુકસાન : ખેડૂતોની મહેનત પર પાણી

ડીસા તાલુકામાં કમોસમી વરસાદથી બટાકા પાકને ભારે નુકસાન : ખેડૂતોની મહેનત પર પાણી
બનાસકાંઠાના ડીસા તાલુકામાં શિયાળાની શરૂઆતમાં જ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. તાજેતરમાં મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને બટાકાનું વાવેતર કરનારા ખેડૂતોને અણધાર્યા વરસાદના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ​અચાનક બે ઇંચ જેટલો કમોસમી વરસાદ પડતાં ડીસા તાલુકાના માલગઢ, નાની આખોલ, રાણપુર સહિતના વિસ્તારોના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાને કારણે વાવેલું બટાકાનું બિયારણ જમીનમાં જ સડી ગયું છે, જેનાથી ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. સડી ગયેલું બિયારણ હવે ઊગી શકે તેમ ન હોવાથી ખેડૂતોને બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડ્યો છે. આ નુકસાન બાદ હવે ખેડૂતો નવેસરથી ખેતી કરવા માટે ફરીથી પોતાના ખેતરો ખેડી રહ્યા છે, જેથી જમીનને વાવેતર માટે તૈયાર કરી શકાય. ​ખેડૂતોની માંગ : સર્વે કરીને વાસ્તવિક સહાય મળે ​ખેડૂતો છેલ્લા ચારથી પાંચ વર્ષથી વરસાદની અનિયમિતતાના કારણે સતત પાકનું નુકસાન ભોગવી રહ્યા છે. તેમ છતાં, તેમને સરકાર તરફથી પૂરતી સહાય ન મળી હોવાની ફરિયાદ છે. ​ખેડૂત મોહનલાલ માળીએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે​“દર વર્ષે આવું નુકસાન થાય છે, પણ કોઈ મદદ મળતી નથી. સરકાર સર્વે કરે અને મદદ આપે.”​ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવીને તેમને થયેલા વાસ્તવિક નુકસાન મુજબ સહાય આપવાની માંગ કરી રહ્યા છે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે. ​ટ્રેક્ટર ચાલક નરશીભાઈ યાદવના જણાવ્યા અનુસાર ​“ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતાં હવે જમીન ખેડી રહ્યા છે જેથી નવી ખેતી કરી શકાય.”​કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે અને હવે તેમની નજર સરકાર તરફ છે, કે તેમને ક્યારે યોગ્ય સહાય મળશે.    

સંબંધિત સમાચાર