બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા પાલનપુર-અંબાજી મુખ્ય હાઇવે ઉપર ઘુટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે. અનેક નાના વાહનો પાણીની અંદર ફસાઈને ખોટવાઈ રહ્યા છે જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે ધાનેરા, વડગામ, દાંતીવાડા, અમીરગઢ પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. પાલનપુરમાં ભારે પવન સાથે માવઠું પડતા પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાલનપુરથી અંબાજી અને વડગામ તરફ જતા હજારો વાહન ચાલકોમાં હાઇવે ઉપર પાણી ભરાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય હાઇવે ઉપર જ ઘૂંટણસમા પાણી ભરાઈ જતા પાણીમાંથી મહામુસીબતે વાહન ચાલકો પોતાના વાહનો પસાર કરી રહ્યા છે જેને લઈને અનેક વાહનો પાણીમાં બંધ પડીને ખોટવાઈ રહ્યા છે તો બાઈક ચાલકો પાણીમાં પસાર થવાનું ટાળી રહ્યા છે. જોકે સામાન્ય વરસાદમાં જ પાલનપુર-અંબાજી મુખ્ય માર્ગ ઉપર વારંવાર પાણી ભરાઈ જતા અને તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બનાસકાંઠા; મોડી રાતે કમોસમી વરસાદ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Emergency Response#Banaskantha District#Community Impact#Infrastructure Challenges#Road Conditions#Unseasonal Rain#Local Anger and Frustration#Seasonal Weather Patterns#Waterlogging Issues#Traffic Disruptions#Meteorological Forecast#Palanpur-Ambaji Highway#Heavy Winds and Lightning#Vehicle Stranding#Small Vehicle Difficulties
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
22 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
