ઊંઝા કરલી 66 કેવી વીજલાઇન માટે ખેડૂત ખાતેદારોની કલેક્ટર સમક્ષ રૂબરૂ સુનાવણી

પુન સર્વે કરી ત્યાં સુધી કોઇપણ પ્રકારની કામગીરી ન કરવા કલેકટર દ્વારા ફરમાન
ઊંઝા કરલી 66 કેવી વીજ લાઇન અન્યવે ઇન્ડિયન ટેલીગ્રામ એક્ટ 1985ની કાર્યવાહી બાબતે આજ રોજ ઊંઝાના ખેડૂત ખાતેદારો દ્રારા મહેસાણા કલેક્ટર સમક્ષ રૂબરૂ હાજર રહી વિવિધ મુદે રજુઆત કરાઈ હતી. જેને લઈ વીજ લાઇન કામગીરી કરનાર જેટકો કંપની દ્વારા ઊંઝાની ભૌગોલિક સ્થિતિનો સર્વે કર્યા વિનાજ લે આઉટ પ્લાન બનાવેલ જેનો પુન સર્વે કરવા તેમજ ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવા મહેસાણા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે.
જેટકો દ્રારા 66 કેવી કરલી ઊંઝા સબ સ્ટેશન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવા માટે 132 કેવી કરલી સબ સ્ટેશનથી નવીન 66 કેવી કરલી ઊંઝા લાઈનને પ્રસ્થાપિત કરવાની કામગીરી કરવાનું કામને લઈ જેને લઈ આજે મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે ખેડૂતોની રૂબરૂ સુનાવણી આજે 12.30 કલાકે કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવી હતી. જે અન્યવે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખેડૂત ખાતેદારો દ્રારા મહેસાણા કલેક્ટર સમક્ષ રૂબરૂ હાજર રહી વિવિધ મુદે રજુઆત કરાઈ હતી. જેમાં મુખ્યત્વે ઊંઝા કરલી 66 કેવી વીજ લાઇન કામગીરી કરનાર જેટકો કંપની દ્વારા ઊંઝાની ભૌગોલિક સ્થિતિનો સર્વે કર્યા વિના જ લે આઉટ પ્લાન બનાવેલ જેનો પુન સર્વે કરવા તેમજ ત્યાં સુધી કોઇપણ પ્રકારની કામગીરી ન કરવા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
પાટણપાટણ-ચાણસ્મા હાઈવે પર મસમોટા ખાડા અને તિરાડો: વાહનચાલકો માટે અકસ્માતનું મોટું જોખમ
3 દિવસ પહેલા
પાટણચાણસ્મા છેતરપિંડી કેસ: નાસતા ફરતા બે આરોપીઓને અમદાવાદથી ઝડપી લેતી પાટણ એલસીબી
3 દિવસ પહેલા
પાટણસ્વચ્છ પાટણ અભિયાન: 10 નવા હોપર ટીપર વાહનોનું લોકાર્પણ
4 દિવસ પહેલા
પાટણપાટણના 300 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
4 દિવસ પહેલા
