પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાની ભૂગર્ભ શાખા ની બેદરકારીને કારણે અવારનવાર ભૂગર્ભ ગટરની લાઈનો ચોક અપ બનવાની સમસ્યાઓ સર્જાતી હોય છે.જેના કારણે ભૂગૅભ ગટરના દૂષિત પાણી માર્ગો પર રેલાતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ સહિત વિસ્તારના રહીશો અને વેપારીઓને અનેક યાતના ભોગવવાની સાથે તેઓમા રોગચાળો ફેલાય તેવી ભીતી ઉભી થતી હોય છે. બુધવારની વહેલી સવારે પાટણ શહેરના મુખ્ય વિસ્તાર ગણાતા જુનાગંજ વિસ્તારના માગૅ ભૂગર્ભ ગટર લાઇન ચોક બનતા વિસ્તારના માર્ગો પર અસહ્ય દુર્ગંધ યુક્ત ભૂગર્ભના પાણી ફરી વળતા માર્ગ પરથી પસાર થતા લોકોને અનેક યાતનાઓ ભોગવી પડી હતી.તો સવાર સવારમાં જ આ વિસ્તારના વેપારીઓને આવા દૂષિત પાણી માંથી પસાર થવાની ફરજ પડતાં તેઓએ પાલિકાની ભૂગર્ભ શાખા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી આ ચોક્અપ બનેલી ભૂગર્ભ ગટર લાઈનોનું પાલિકાની ભૂગર્ભ શાખા દ્વારા જેટિંગ મશીન દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન હાથ ધરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.
પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન ચોક અપ બનતા દૂષિત પાણીની નદીઓ વહી

ટેગ્સ:#Community Impact#Public Health Concerns#Municipal Negligence#Environmental Health#Urban Infrastructure Challenges#Patan City Sewage Issues#Junaganj Bazar Contamination#Underground Sewer Line Problems#Contaminated Water Flow#Pedestrian and Driver Safety#Local Trader Discontent#Cleaning Campaign Demand#Jetting Machines for Sewer Cleaning#Disease Prevention Concerns#Sewage Management Issues
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
2 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
4 દિવસ પહેલા
