ભાભરમાં યુજીવીસીએલના દરોડા : ૨૬ વિજ ચોરી પકડાતા ૪.૬૫ લાખનો દંડ

પાલનપુર વર્તુળ કચેરી અને આઈસી ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયું; ભાભર શહેરમાં વીજ બિલ બને તેના કરતાં વધુ વીજ વપરાશ થતો હતો. જેના કારણે શહેરમાં વીજ ચોરી થતી હોવાની બાતમી આધારે યુજીવીસીએલ દ્વારા સવારે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં પાલનપુર વર્તુળ કચેરી અને આઈસી ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા વિવિધ વિસ્તારોમાંથી ૨૬ કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ ચેકીંગ ચાલુ થતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. યુજીવીસીએલ દ્વારા ૨૬ વ્યક્તિને કુલ રૂપિયા ૪.૬૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
બનાસકાંઠાદિવાળીના તહેવારો વચ્ચે અંબાજી નજીક ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ
7 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજી ગ્રામ પંચાયતની પે પાર્કિંગની હરાજીની ઐતિહાસિક બોલી
7 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજી નજીક શીતળા ઘાટીમાં ટ્રક પલટી : ચાલક ગંભીર
8 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના શેરપુરા ગામે મંડપના ગોડાઉનમાં ભીષણ આગ: ૨૦ થી ૨૫ લાખનું નુકસાન
3 દિવસ પહેલા
