રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાતલપુરની સીયારામ કટલરી દુકાનમાંથી ધોળા દિવસે બે મહિલાઓ કટલરીના સામાનની ચોરી કરી પલાયન થઈ

સાતલપુરની સીયારામ કટલરી દુકાનમાંથી ધોળા દિવસે બે મહિલાઓ કટલરીના સામાનની ચોરી કરી પલાયન થઈ
ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ચોરીને અંજામ આપનાર મહિલાઓને શોધવા ચક્રો ગતિમાન બનાવ્યા; પાટણ જિલ્લાના સાંતલપુરમાં આવેલી સીયારામ કટલરી નામની દુકાન માં ધોળા દિવસે ચોરીની બની ઘટના બનતાં અને આ સમગ્ર ચોરી દુકાનના સીસીટીવી કેમેરા કેદ થઈ હોય દુકાન માલિક દ્રારા પોલીસ ને જાણ કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ સાતલપુરમાં આવેલી સીયારામ કટલરી ની દુકાનમાં દુકાનદારને એક મહિલાએ વાતેવળાવી ને બીજી મહિલાએ ચોરીને અંજામ આપી અંદાજિત રૂપિયા 9,000 જેટલો કટલરી નો માલ સામાન ચોરી કરી પલાયન થઈ ગઈ હતી.જ્યારે આ બાબતે વેપારીને માલુમ પડતાં અને ચોરીની ધટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય તેઓએ ધટનાની જાણ પોલીસને કરાતા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ચોર મહિલાઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સાતલપુરમાં આવેલી સીયારામ કટલરીની દુકાનમાં ધોળા દિવસે દુકાનદારને મહિલા એ વાતે વાળી ચોરીની ધટના ને અંજામ આપ્યો હોવાની ઘટનાને પગલે સનસનાટી મચી જવા પામી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર