રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ પોલીસે કલેક્ટર કચેરીમાં BDDS અને ડોગ સ્ક્વોડ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

પાટણ પોલીસે કલેક્ટર કચેરીમાં BDDS અને ડોગ સ્ક્વોડ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

કલેકટર કચેરીમાં અરજદારોના પ્રવેશ અટકાવી તપાસ હાથ ધરી

પાટણ સ્થિત જિલ્લા સેવા સદન (કલેક્ટર કચેરી)ખાતે પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને શ્વાન દળ સાથે પોલીસ કાફલાએ કચેરીમાં પ્રવેશ કરીને તપાસ શરૂ કરી સામાન્ય નાગરિકોનો પ્રવેશ અસ્થાયી ધોરણે અટકાવી દેવામાં આવ્યો હતો.

પાટણ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે પોલીસ કાફલો અચાનક આવી પહોંચ્યો હતો. કલેક્ટર કચેરી પરિસર તેમજ અંદરની વિવિધ શાખાઓમાં પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સલામતીના ભાગરૂપે કચેરીમાં કામકાજ અર્થે આવતા અરજદારો અને સામાન્ય નાગરિકોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર સહિતના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને અંદર રહેલા લોકોને બહાર નીકળવા તેમજ બહારથી કોઈને અંદર ન જવા સૂચના આપવામાં આવી હતી.પાટણ પોલીસે કલેક્ટર કચેરીમાં BDDS અને ડોગ સ્ક્વોડ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર