રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

યુનિવર્સિટી MBBS ઉત્તરવહી કૌભાંડમાં પાર્થ મહેશ્વરી આખરે જેલહવાલે કરાયો

યુનિવર્સિટી MBBS ઉત્તરવહી કૌભાંડમાં પાર્થ મહેશ્વરી આખરે જેલહવાલે કરાયો

પુનઃમૂલ્યાંકનમાં બોગસ ઉત્તરવહીઓથી પાસ કરાવવાના કેસમાં રિમાન્ડ પૂરા થતાં કોર્ટનો આદેશ

પાલનપુરના તિરૂપતિ રાજનગર હાઇવે પર રહેતા 27 વર્ષના પાર્થ અશોકભાઈ કસ્તુરચંદ મહેશ્વરીની 27/10/2026ના રોજ ધરપકડ કરી હતી. તેને પાટણ કોર્ટમાં રજૂ કરતાં 2/11/2026 સુધીના રિમાન્ડ મળ્યા હતા. રિમાન્ડ પૂરા થતાં મેજિસ્ટ્રેટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

પોલીસે રિમાન્ડ માગતી વખતે કહ્યું હતું કે પાર્થએ પોતાના બેઠક નંબરવાળી ઉત્તરવહી જાતે લખી હતી કે અન્ય કોઈ પાસે લખાવી હતી,તેની તપાસ બાકી છે. યુનિવર્સિટીના કયા કર્મચારી સાથે તેની ઓળખાણ હતી અને કોના મારફતે સંપર્ક થયો હતો, તે પણ તપાસવામાં આવી રહ્યું છે.પરીક્ષામાં પાસ કરાવવા કોણે ભૂમિકા ભજવી અન્ય નાપાસ વિદ્યાર્થીઓ સાથે મળીને અસલ ઉત્તરવહીઓ બદલવાનું કાવતરું ક્યાં ઘડાયું અને નવી ઉત્તર વહીઓ ક્યાંથી લવાઈ, તેની તપાસ ચાલુ છે. અસલ ઉત્તરવહીઓનો નાશ કેવી રીતે કરાયો અને ગુમ થયેલી ઉત્તરવહીઓ ક્યાં છે, તે શોધીને કબજે કરવાની કાર્યવાહી પણ તપાસ હેઠળ છે.પુનઃમૂલ્યાંકનમાં બેઠક નંબર 391, 392 અને 406 ધરાવતા વિદ્યાર્થીઓની અસલ ઉત્તરવહીઓ બદલીને ખોટો એસેસમેન્ટ રેકોર્ડ તૈયાર કરાયો હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં કુલ છ આરોપીઓ છે. અગાઉ પરિમલ પટેલ, કનુ ચૌધરી અને રાજદીપ કોડીયાતરની ધરપકડ થઈ હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર