રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં દિવાળી પૂર્વે ચીલઝડપ અને પોકેટ મારી રોકવા એ-ડિવિઝન પોલીસે CCTV નિરીક્ષણ કર્યું

પાટણમાં દિવાળી પૂર્વે ચીલઝડપ અને પોકેટ મારી રોકવા એ-ડિવિઝન પોલીસે CCTV નિરીક્ષણ કર્યું

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની ખાસ સૂચનાથી એ-ડિવિઝન પોલીસ દ્વારા શહેરના મુખ્ય બજારોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તહેવારો દરમિયાન ખરીદી માટે થતી ભારે ભીડને પગલે સોની બજાર, હિંગળા ચાચર સહિતના સંવેદનશીલ અને વેપારી વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.પાટણ એ-ડિવિઝન પીઆઈ કે.જે.ભોંયે જણાવ્યું હતું કે ચીલઝડપ,ચોરી અને પોકેટમારી જેવા બનાવો પર અંકુશ મેળવવા માટે ખાસ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

આ ટીમો દિવસ-રાત સમગ્ર સિટી વિસ્તારમાં સતત રાઉન્ડ લગાવી રહી છે.આ ઉપરાંત, તકનીકી મદદ લેતા સમગ્ર વિસ્તાર પર CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. કેમેરા કંટ્રોલ રૂમમાં કોઈ પણ શંકાસ્પદ હિલચાલ નજરે પડતાં જ તાત્કાલિક સંબંધિત પોઈન્ટ પર તૈનાત પોલીસકર્મચારીઓને તાકીદ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.દિવાળીના તહેવારમાં કોઈ અણ બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા  પ્રયાસો થઈ રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર