રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા31 ઑગસ્ટ, 2025| Super Admin

તરણેતરના મેળામાં બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાની બે મહિલા પશુપાલકો રાજ્ય લેવલે બીજા ક્રમે

તરણેતરના મેળામાં બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાની બે મહિલા પશુપાલકો રાજ્ય લેવલે બીજા ક્રમે
બનાસકાંઠાના કાંકરેજ અને બન્ની જાતિના પશુઓને રાજ્ય સ્તરે મળ્યું વિશેષ સન્માન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે દર વર્ષે યોજાતા લોકપ્રિય અને ઐતિહાસિક તરણેતરના ભાતીગળ મેળા પ્રસંગે પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા પશુ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. આ મેળો માત્ર ધાર્મિક-સાંસ્કૃતિક જ નહીં પરંતુ કૃષિ-પશુપાલન ક્ષેત્રના વિકાસ અને પ્રોત્સાહન માટે પણ એક વિશેષ માધ્યમ સાબિત થાય છે. આ તરણેતરના મેળામાં સમગ્ર ગુજરાત રાજ્ય માંથી કુલ-૨૨૦ પશુઓ પશુ પ્રદર્શન અને હરીફાઈમાં ભાગ લીધેલ હતો. જે પૈકી બનાસકાંઠા જિલ્લાના કુલ-૧૯ પશુઓએ તરણેતરના મેળામા ભાગ લીધો હતો. હરિફાઇના અંતે બનાસકાંઠા જિલ્લાના બે પશુઓએ રાજ્યસ્તરે દ્વિતીય સ્થાન મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં સુઇગામ-તાલુકાના સનાળી ગામના પશુપાલક મોંઘીબેન વર્ધસિંહ રાજપુત (કાંકરેજ ઓલાદની શુદ્ધ લક્ષણો ધરાવતી વોડકીનો રાજ્યમાં દ્વિતીય નંબર) તેમજ સુઇગામ તાલુકાના બેણપ-ગામના પશુપાલક ગીતાબેન ઠેગાભાઈ બોડાણા (બન્ની ઓલાદન શ્રી શુદ્ધ લક્ષણો ધરાવતી ભેશનો દ્વિતીય નંબર) હાંસલ થયેલ છે. આ રીતે બનાસકાંઠા જિલ્લામાંથી ભાગ લેનારા પશુપાલકો રાજ્ય સ્તરે ઉત્તમ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યા છે. જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા બંને પશુપાલકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને જિલ્લાના અન્ય પશુપાલકોને વધુ ને વધુ શુદ્ધ લક્ષણો ધરાવતી જાતિઓ ઉછેરવા તથા આગામી સમયમાં પશુ પ્રદર્શન અને હરિફાઇમાં સફળતા મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર