રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

હારીજ- સમી માગૅ પર બોલેરો ગાડી અને ટેમ્પો ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે ના મોત

હારીજ- સમી માગૅ પર બોલેરો ગાડી અને ટેમ્પો ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે ના મોત
અકસ્માત બાદ ટેમ્પો ટ્રક નો ચાલક ધટના સ્થળે થી ફરાર થયો પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયૅવાહી હાથ ધરી; પાટણ જિલ્લાના હારીજ સમી હાઇવે માર્ગ પર શુક્રવારે સવારે ટેમ્પો ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બોલેરો ગાડી ના ચાલક સહિત અન્ય એક ઈસમનું ગંભીર ઈજાઓના કારણે ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું તો અકસ્માત કરી ટેમ્પો ટ્રક નો ચાલક ધટના સ્થળે પોતાનું વાહન મુકી ફરાર થઈ ગયો હોય બનાવ ના પગલે પોલીસે ધટના સ્થળે દોડી આવી બંન્ને લાશના પંચનામા કરી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની મળતી હકીકત મુજબ શુક્રવારે સવારે પાટણ જિલ્લાના હારીજ થી સમી જતા કઠિવાડા ગામ નજીક વરસાદી વાતાવરણ વચ્ચે પસાર થઈ રહેલ બોલેરો ગાડી અને ટેમ્પો ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બોલેરો ગાડીનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને ગાડી ના ચાલક સહિત તેની બાજુમાં બેઠેલા ઈસમનું ગંભીર ઈજાઓના કારણે ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકોએ દોડી આવી બચાવ રાહતની કામગીરી હાથ ધરી પોલીસ ને જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતક બન્ને ઈસમો ની લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સમી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માત બાદ ટેમ્પો ટ્રકનો ચાલક પોતાનું વાહન ધટના સ્થળે મુકી ફરાર થયો હોય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો અકસ્માતમાં મૃત્યુ પામેલા બન્ને ઈસમો મોઢેરા ગામના હોવાનું જાણવા મળ્યું છે જોકે બન્ને ના નામ હજુ સુધી જાણી શકાયા નથી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર