પાટણ ડીસા હાઇવે માર્ગ પર બે આંખલાઓના શીંગડા યુદ્ધે રાહદારીઓ અને વાહન ચાલકોને ભયમાં મૂક્યા

પાલિકા તંત્ર રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા ઢોર ડબ્બાની ઝુંબેશ તેજ બનાવે તેવી માંગ ઉઠી; પાટણ નગરપાલિકાની રખડતા ઢોર મામલે ઢીલી નીતિ ના કારણે અવારનવાર શહેરના માર્ગો પર રખડતા ઢોરોનો આતક શહેરીજનોને બાધા રૂપ બની રહ્યો છે. ત્યારે મંગળવારના રોજ પાટણ ડીસા હાઈવે રોડ પર આવેલ ટીવીએસ શોરૂમની સામેના ભાગમાં બે આંખલાઓ વચ્ચે શિંગડા યુદ્ધ જામતા હાઇવે માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ ઊભો થવા પામ્યો હતો. જોકે આ વિસ્તારના કેટલાક યુવાનોએ બંને આંખલાઓને મહામુસીબતે ભગાડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાટણ શહેરમાં રખડતા ઢોરોના વધી રહેલા ત્રાસને નાથવા પાલિકા તંત્ર દ્વારા ઢોર ડબ્બા ઝુંબેશ તેજ બનાવે તેવી માંગ શહેરી જનોમાં પ્રબળ બનવા પામી છે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
પાટણચાણસ્માના ધાણોધરડા નજીક હાઇવે સાઇટ પરથી 1.55 લાખનું લોખંડ ચોરાયું
22 કલાક પહેલા
પાટણસરસ્વતી તાલુકામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની પોક્સો કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ
22 કલાક પહેલા
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
2 દિવસ પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
3 દિવસ પહેલા
