માવસરી થી બાખાસર આંતર રાજ્ય સીમા જોડતા આ માર્ગ પર કરોડો રૂપિયાના ખર્ચ થી ડામર રોડનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જોકે ગુજરાતમાં પ્રવેશ કરવા માટે આ રસ્તો ટૂંકો સીધો અને સરળ હોઈ અવર જવર વધુ રહે છે. ગત રોજ 29 જૂનના રોજ સાંજના સમયે રાજસ્થાનના હાથલા ગામના માજીરાણા સમાજ પાંચ યુવકો પેકી એક બાઇક પર બે જ્યારે બીજા બાઇક પર ત્રણ જેમાંથી એક બાઇક માવસરી થી બાખાસર તરફ જઈ રહ્યું હતું. જ્યારે બીજું બાઈક બાખાસર તરફ થી માવસરી તરફ આવી રહ્યું હતું.બે બાઇકો સામ સામા ટકરતા એક બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાઈક સવારને 108 મારફત સારવાર અર્થે લઈ જતાં રસ્તામાં મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય ત્રણ બાઈક સવારો ગંભીર રીતે ઘવાતાં સારવાર હેઠળ છે. જાણવા મળતી માહિતી મુજબ બને મૂર્તકો રાજસ્થાન ના હાથલા ગામના હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. જો કે આ બાબતે માવસરી પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
વાવના સરહદી માવસરી બાખસર રોડ પર સામ સામા બે બાઇક ટકરાતા બે ના મોત ત્રણ ઘાયલ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#police investigation#fatalities#injuries#Emergency Response#Community Impact#Traffic Safety#Road Conditions#Accident Report#Motorcycle Accident#Head-on Collision#Vavna Border#Mavsari Bakhasar Road#Hatla Village#Inter-State Travel
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
