રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ29 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સજૉયા

પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સજૉયા
ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા પાલિકા અને પોલીસ તંત્ર કલેકટરના જાહેરનામાનો કડક અમલ કરાવે તેવી માંગ પ્રબળ બની પાટણના નગરજનો શહેરની ટ્રાફિક સમસ્યાથી પરેશાન બન્યા છે. ત્યારે તહેવારોના દિવસોમાં શહેરના મુખ્ય બજાર માર્ગો પર અવાર-નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા પાલિકા તંત્ર અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે લારી-ગલ્લા સહિતના માર્ગો પરના બિનજરૂરી દબાણ દૂર કરવા અભિયાન હાથ ધરવામાં આવતું હોય છે. પરંતુ પાલિકા અને પોલીસ તંત્રના આ દબાણ હટાવો અભિયાન દરમિયાન મુખ્ય માર્ગો પરના લારી-ગલ્લા અને બિનજરૂરી દબાણો દુર થતાં હોય છે. પરંતુ પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું ન હોવાના કારણે પુન : મુખ્ય બજાર માર્ગો પર આડેધડ ઉભા રહેતા લારીઓ વાળા અને જ્યાં ત્યાં પાર્ક કરતા વાહન ચાલકો દ્વારા ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોવાના દ્રશ્યો અવાર નવાર સામે આવતાં હોય છે. આ  ટ્રાફિકની સમસ્યાને લઈને શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સોમવારના રોજ પાટણ શહેરનાબ ગવાડા દરવાજા ખાતે એક કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે ટ્રાફીકમાં વાહનો,એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ પણ ફસાઈ હતી. ત્યારે પાટણ શહેરમાં વારંવાર સર્જાતી આ ટ્રાફિક સમસ્યાનું પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કાયમી નિરાકરણ લાવવામાં આવે અને કલેકટરના જાહેરનામાનો ચુસ્ત અમલ થાય તે માટે ભારે વાહનો પર જે સમય મયૉદામાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે તેનો કડક અમલ કરાવવામાં આવે તેવી આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરીજનોમાં માંગ પ્રબળ બની છે.    

સંબંધિત સમાચાર