હેરિટેજ નવરાત્રી મહોત્સવમા ગરબા રમવા જતા ખેલૈયાઓ અટવાયા
પાટણ-ઊંઝા હાઈવે પર ગતરાત્રે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કારના આગળના ભાગને, ખાસ કરીને ટાયર પાસેના હિસ્સાને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતના અવાજને પગલે આસપાસના સ્થાનિક લોકો તેમજ ગરબા મહોત્સવમાં આવેલા દર્શકો અને ખેલૈયાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માત બાદ બંને વાહનોના ચાલકોએ ટ્રાફિક જામને ધ્યાનમાં રાખીને સમજદારી દાખવી હતી. અને માગૅ પર અન્ય લોકોને અવર-જવરમાં અડચણ ન સર્જાય તે માટે બંને વાહનોને રસ્તાની બાજુમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારબાદ કાર અને ટ્રકના ચાલકોએ વાહનોને થયેલા નુકસાન તથા વળતર અંગે સ્થળ પર જ શાંતિપૂર્ણ રીતે વાતચીત હાથ ધરી હતી.
આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી જોકે ટક્કરને કારણે કારના આગળના ટાયર પાસેના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું.નવરાત્રિના ઉત્સવ વચ્ચે સર્જાયેલી આ ઘટનાને કારણે થોડા સમય માટે હાઈવે પર વાહનચાલકો અને ગરબા ખેલૈયાઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.





